ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

શું તમે પણ સફેદ અને ખરતા વાળથી છો પરેશાન તો અચૂક જાણો આ ઉપાય

શેર કરો

કેમિકલ અને ભેળસેળિયું વસ્તુ નો બજારમાં વધારો અને સાથે સાથે જિંદગીમાં વધી રહેલી વિવિધ સમસ્યાઓની ચિંતા ને કારણે આપણા વાળ સમય ઉમર પેલા સફેદ થવા અને ખરીને તાલ પડવા જેવી સમસ્યાનો સામનો આપણે સૌ કોઈ કરીજ રહ્યા છીએ.

માટે આજે તમને આ સમસ્યાના વપાય સ્વરૂપે આ આર્ટિકલ લખી રહ્યા છીએ.તો જાણીએ સફેદ અને ખરતા વાળ ને કઈ રીતે અટકાવવા.

આપણે આ લેખમા જે નુસખા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે આંબળા પાવડર.તો કેવી રીતે આંબળા પાવડર નો ઉપયોગ કરીને આ સમસ્યાઓ માંથી મુક્તિ મેળવી શકાય તે અંગે માહિતી મેળવીએ. આ નુસખો તૈયાર કરવા માટે સૌપ્રથમ ગેસ ચાલુ કરો અને તેના પર એક કડાઈ મૂકો ત્યારબાદ તેમા એક નાનો ગ્લાસ પાણી ઉમેરવો.

ત્યારબાદ આ પાણી મા આંબળા નો પાવડર ઉમેરો અને તેને પાંચ મિનીટ સુધી ગરમ થવા દો.

આંબળા નો પાવડર યોગ્ય રીતે પાણીમા મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરીને આ મિશ્રણ ને ઠંડુ થવા દો. આ મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે ત્યારબાદ તેમા ૨ ચમચી મહેંદી ઉમેરવાની રહેશે.

તમે કોઈપણ મહેંદી લઈ શકો છો પરંતુ, હર્બલ મહેંદી સારી રહેશે કારણ કે, તે વાળને આવશ્યક પોષણ પૂરુ પાડે છે અને જો તમે તમારા વાળ મા મહેંદી નથી લગાવતા તો તમે તેને છોડી પણ શકો છો.

જે લોકો મેહંદી લગાવે છે તેમણે તેમા ૨ ચમચી અવશ્યપણે નાખવી. હવે તેમા જે સામગ્રી નાખવા ની છે તે છે ભૃંગરાજ નો પાવડર. આ પાવડર વાળ ને અઢળક લાભ આપે છે, એટલે ૨ ચમ્મચ ભૃંગરાજ નો પાવડર તેમા અવશ્યપણે ઉમેરવુ.

ત્યારબાદ તેમા શિકાકાઈ નો પાવડર ઉમેરવો તથા આ બધી જ વસ્તુઓ ને વ્યવસ્થિત રીતે એકરસ થાય ત્યા સુધી મિક્સ કરવી.

આ મિશ્રણ ને રાત્રે જ તૈયાર કરી લેવુ જેથી સવારે ઊઠીને તમે સરળતાથી માથા પર લગાવી શકો છો. આખી રાત આ મિશ્રણ ને રાખી મૂકવાથી તેમા એક અલગ જ પ્રકાર નો નિખાર આવશે. આ ઉપરાંત જો તમે ઈચ્છો તો તેમા ગુલમહોરનો પાવડર પણ ઉમેરી શકો છો

તમારા વાળ ને શાઈનીબનાવવા માટે ઉપયોગી સાબિત થાય છે.

આ મિશ્રણ લગાવતા સમયે વાળમા તેલ ના હોવુ જોઈએ. કારણ કે, આ મિશ્રણ લગાવ્યા બાદ તમારે શેમ્પુ નથી કરવાનુ ફક્ત પાણી થી વાળ ધોવાના છે. આ મિશ્રણ ને લગાવ્યા બાદ ૧-૨ કલાક સુધી રાખવુ, જો તમે ઈચ્છો તો વધુ પણ રાખી શકો છો, જેથી વાળ ને વધુ લાભ પહોંચે. ૨ કલાક થઈ જાય એટલે માથુ પાણી થી ધોઈ લેવુ અને હા ગરમ પાણી થી વાળ ના ધોવા.

વાળ ધોયા પછી ડ્રાયર થી ડ્રાય પણ ના કરવા અને તે જ રાત્રે વાળમા સારી રીતે તેલ ની માલીશ કરવી, બીજા દિવસે તમે શેમ્પુ કરી શકો છો. જો તમે વાળમા ખંજવાળ, વાળ ખરવા, સફેદ થવા કે કોઈપણ અન્ય પ્રકારની સમસ્યા થી પીડાતા હોવ તો આ મિશ્રણ ને અઠવાડિયામા એક વાર અવશ્ય લગાવવુ, જેથી તમારા વાળ કાળા, લાંબા, આકર્ષક અને મુલાયમ બનશે. તો એકવાર આ ઉપાય અવશ્ય અજમાવો.


શેર કરો

One Reply to “શું તમે પણ સફેદ અને ખરતા વાળથી છો પરેશાન તો અચૂક જાણો આ ઉપાય

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *