ગુજરાત દેશ અને દુનિયા ધાર્મિક મનોરંજન રાજ કારણ વાયરલ વિડીયો

ઢોંગી બાબાના ગોરખધંધા પર બનેલી વેબ સિરીઝ આશ્રમ વિશે જાણો :

શેર કરો

વેબ સિરીઝ આશ્રમ પરના રિવ્યૂ નીતિનભાઈ શિંગરખિયાની કલમએ :

Aashram

ભારતમાં બાબા સામ્રાજ્ય અને એનાં અંધભક્ત નેતાઓ દ્રારા કઈ રીતે ગોરખધંધા,વ્યભિચાર આદરવામાં આવે છે. અને રાજકારણમાં આ ઢોંગી ધુતારાઓની કેવી પકડ છે એ હકિકત દર્શાવતી વેબ સીરીઝ એટલે આશ્રમ…
ઢોંગી પાંખડીઓ કઈ રીતે સંતના ઓથાયા પાછળ પાપલીલા ચલાવતાં એ દર્શાવતી પ્રકાશ ઝા પ્રોડક્શન નિર્મિત વેબ સીરીઝ એટલે આશ્રમ .

ઉંચનીચ, ભેદભાવ, જાતીગત શોષણ, મહિલા ઉત્પીડન અને રાજકીય કાવાદાવા અને તંત્રમંત્ર, લોભ લાલચથી કઈ રીતે ઢોંગી ધુતારા બાવાઓ અને બની બેઠેલા સંતો સમાજ પર પકડ રાખે છે તથા સત્તા સાથે કેવાં સેટીંગ ધરાવે તે બધાં મુદ્દાઓ આવરી લેતી OTT પ્લેટફોર્મ MX Player પર રીલીઝ થયેલી વેબ સીરીઝ આશ્રમ.

એક કુસ્તીબાજ પોતે દલિત સમાજમાંથી આવતી હોવાથી કઈ રીતે એમની સાથે જાતીગત ભેદભાવ અને સિલેક્શન કરવામાં નથી આવતું તથા દલિત સમાજ વરઘોડો કાઢે તો સવર્ણોનાં પેટમાં તેલ રેડાય છે અને વરઘોડા પર હુમલો કરે છે ત્યારે વરરાજાના કઝીનને ઇજા થાય છે અને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યાં પણ કહેવાતા સવર્ણો ડોકટર ટીમને બંધ રૂમમાં પુરી દે છે અને દલિત યુવાનનો ઇલાજ કરવાની ના પાડી આપે છે ત્યારે એન્ટ્રી થાય છે બાબા નીરાલાની જેને દલિતોનાં મસિહા અને બાબાસાહેબ બતાવવામાં આવ્યાં છે. અને અંહીથી શરું થાય છે નીરાલા બાબાની તથા એનાં આશ્રમની ગોરખધંધાની શરુઆત…

આશ્રમ સસ્પેન્સ,થ્રીલર અને આગળ શું થશે એવી ઉત્સુકતા જગાડે છે. આ સીરીઝમાં ભારતમાં કઈ રીતે બાબાઓ,ઢોંગીઓ અને બની બેઠેલા સંતો કમ પાંખડીઓ ભક્તોની આસ્થા સાથે ચેડા કરીને પોતાનાં ગોરખધંધા અને સામ્રાજ્ય ચલાવે છે તે હકિકત દર્શાવવામાં આવી છે.

પોઝીટીવ_પોઈન્ટ :-

ધર્મ અને શ્રદ્ધા પાછળ લંપટ બાબાઓ કેવી રીતે સ્ત્રી ઉત્પિડન અને ભુમાફીયાઓને પ્રયોજે છે તથા લોકોની આસ્થાનો લાભ ઉઠાવીને કેવી રીતે ભક્તિ પાછળ ભ્રષ્ટાચાર અને સંસ્કારને નામે શોષણ કરે છે તે હકિકત દર્શાવે છે…

Shingrakhiya Nitin

Fb : Mr.shing.nitin


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *