ગુજરાત દેશ અને દુનિયા

ચેતતા રહેજો,બેંક એકાઉન્ટમાંથી 1.91 કરોડ રૂપિયા સેરવી લેનારી ગેંગ ઝડપાઈ જાણો સમગ્ર કિસ્સો

શેર કરો

સુરત તા-4-9-2020
ભેજાબાજોએ બેક એકાઉન્ટમાં રજીસ્ટર કરાવેલ મોબાઈલ નંબર પણ બંધ કરાવી દીધી હતી.

આટલી મોટી રકમ ટ્રાન્સફર કરી ઉપાડી લેતા યુનિક કન્ટ્રકશન ના માલીકો દોડતા થયા હતા અને તાબડતોડ બનાવ અંગે ફરિયાદ નોંધાવતા સાયબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

પોલીસે આ મામલે આજે બે નાઈજિરિયન સાથે સુરતનો એક અને અન્ય બે મળી ૫ લોકોની ધરપકડ કરી ઓનલાઈન છેતરપિંડી ગેંગે ઝડપી પાડવામાં સફળતા મળી છે જોકે પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ બહાર આવ્યું છે.
સુરતના બિલ્ડર તરીકે વેલ્સ કરતા એ ભટાર વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડા ના યુનિક કન્સ્ટ્રક્શનના એકાઉન્ટમાં કરાવતા હતા. જોકે, તેમની જાણ બહાર થોડા દિવસ પહેલા તેમના બેંક ખાતામાં ૧.૭૧ કરોડ રૂપિયા જુદી જુદી રીતે/એનઈએફટી/આરટીજીએસ થી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છેતરપીંડી કરી હોવાની ઘટના બનતા ફરિયાદી દ્વારા આ મામલે સુરત પોલીસમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરતાં છેતરપિંડી માં કોઈ મોટા હેકર અથવા સાયબર કિમીનલ દ્વારા આ કામના બિલ્ડરનું કોમ્યુટર હેક કરી અથવા બીજી કોઈ રીતે તેઓના ઈ -મેઇલ આઇડી તથા નેટ બેંકીંગના પાસવર્ડની ચોરી કરવી ગુનો આચર્યું હોવાની આશંકા હતી. આ મામલે બેંક એકાઉન્ટમાંથી નેટ બેંકીંગથી જુલાઈ ૨૬ ને ૨૭ તારીખે રોજ આ તમામ રૂપિયા બિહાર , પશ્ચિમ બંગાળ તથા ઉત્તરપ્રદેશના કુલ ૧૧ જેમ બેકના ૮ ખાતા જયારે અન્ય બેંકના ખાતામાં ટુકડે ટુકડે રૂપીયા ૧.૭૧ કરોડ ટ્રાન્સફર થયા હતા. તેમાંથી ઉત્તરપ્રદેશ ના ત્રણ એકાઉન્ટમાંથી સુરતના વિકાસમનોજભાઈ સોલંકીના બે એકાઉન્ટોમાં રૂ ૧૮,૨૦,૦૦૦ – આવેલ હોવાની હકીકત જણાઇ આવેલ હતી . તે આધારે વિકાસ મનોજભાઈ સોલંકી ને પોલીસે અટકાયત કરી પુછપરછ કરી હતી.

ન્યુઝ સૌજન્ય- સદાચાર સંદેશ


શેર કરો