ગુજરાત દેશ અને દુનિયા

એસપી પૂજા યાદવ એ સંભાળ્યો આ જિલ્લા માં ચાર્જ : લોકોએ ખોબલે ખોબલે આપી શુભકામનાઓ

શેર કરો

આઇ.પી એસ. મહિલા અધિકારી પૂજા યાદવ સોમવારે થરાદ વિભાગીય પોલીસ મથકનો ચાર્જ સંભાળ્યો હતો, થરાદના ડી.વાય. એસ.પી. એસ. કે. વાળા અને પી.આઈ, જે.બી.ચૌધરી દ્વારા મોમેન્ટો આપી આઈ.પી.એસ નું સ્વાગત કરવામાં આવ્યું હું.

થરાદ પત્રકાર હાજાજી રાજપુત દ્વારા પણ આઇ.પી.એસ.નું સાલથી સન્માન કરવામાં આવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે થરાદ પોલીસ મથકમાં સૌપ્રથમ વખત આઇ.પી.એસ. તરીકે મહિલા ઓફિસર નિમણૂક કરવામાં આવે છે.

મજૂરી કરતા માં બાપ ના દીકરા સફીન હસન કઈ રીતે બન્યા સૌથી યંગેસ્ટ આઇએએસ:જુવો તેમની સફળતા ની વાત તેમના મુખેથી. વિડિયો જુવો અહી

બનાસકાંઠાના સંવેદનશીલ ગણાતા થરાદ વિસ્તારમાં આઇ.પી.એસ. પોલીસ ઓફિસર નિમણૂક કરવામાં આવી. આનંદિત થયેલ પ્રજાજનોને રાજસ્થાની મોટા પ્રમાણમાં થતી વિદેશી દારૂની હેરાફેરી પર લગામ આવવા ઉપરાંત પંથકમાં છાશવારે બનતા વાહન ચોરી, ઘરફોડ ચોરી, દેવ મંદિર ચોરી જેવા ચોરીના બનાવો અને ખેડૂતો સાથેની તફડંચી સહિતની ગુનાખોરીની ઘટનાઓ પણ ઓછી થશે.

એકજ ઘરમાં ૩૯ પત્નીઓ સાથે રહે છે આ પુરુષ! વાંચો વધુ અહી

નગરના મુખ્ય બજારમાં વર્ષો થી સર્જાતી ટ્રાફિકની સમસ્યા પણ હલ થશે તેવી આશા અને અપેક્ષા પ્રજાજનોને મહિલા અધિકારી પાસે ઉઠવા પામી છે.

ભારતના સૌથી મોટા 3 જિલ્લાની રોમાંચક વાતો વાંચો અહી :

અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં ગત ૨૦ સપ્ટેમ્બર રવિવારના રોજ પૂજા યાદવ નો જન્મદિવસ હોવાથી સરહદી પંથકની પ્રજાજનોએ સોશિયલ મીડિયાના માધ્યમથી ખોબલે ખોબલે શુભેચ્છાઓ સરવાણી પણ વહાવી હતી.


શેર કરો

One Reply to “એસપી પૂજા યાદવ એ સંભાળ્યો આ જિલ્લા માં ચાર્જ : લોકોએ ખોબલે ખોબલે આપી શુભકામનાઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *