ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર મનોરંજન

કચરો લઈને શિક્ષણ આપતી નિશાળ ! કારણ જાણી થશે આશ્ચર્ય

શેર કરો

પ્લાસ્ટીક એ એક એવી વસ્તુ છે જે સમગ્ર સૃષ્ટિ ના જીવો ને હાનિ પહોચાડી શકે છે અને તેમને બિમાર પાડી શકે છે. આ સમસ્યા મા થી મુક્તિ મેળવવી પણ ખૂબ જ કપરી બને છે.

જો આ પ્લાસ્ટિક ને જમીન મા દાટી દેવા મા આવે તો જમીન બિનઉપજાઉ બને છે. જમીન મા રહેલા પોષક દ્રવ્યો નો નાશ થાય છે અને તે જમીન મા તમે કઈપણ ઉપયોગ કરી શકતા નથી.

જો આ પ્લાસ્ટિક ને બાળવા મા આવે તો તે ઝેરી કેમિકલ હવા મા છોડે છે જે આપણા સ્વાસ્થ્ય માટે અત્યંત નુકશાનકારક સાબિત થાય છે. આવી પરિસ્થિતિ મા ફક્ત એક જ ઓપ્શન છે અને તે રિસાયકલિંગ. પરંતુ , સમસ્યા એ છે કે લોકો હાલ પ્લાસ્ટીક ને જ્યા-ત્યા રસ્તા પર ફેકી દે છે જેથી તે રીસાયકલીંગ માટે યોગ્ય જગ્યાએ નથી પહોચતુ અને તેનો પુનઃઉપયોગ શક્ય બનતો નથી. આ સમસ્યા નુ નિરાકરણ લાવવા માટે આસામ ની એક શાળા અક્ષર ફાઉન્ડેશને એક નવીનતમ પ્રયોગ હાથ ધર્યો છે.

આ શાળા મા અભ્યાસ કરવા આવતા બાળકો પાસે થી ફી સ્વરૂપે નાણા નહી પરંતુ , પ્લાસ્ટીક નો કચરો લેવા મા આવે છે. નિયમીત પરોઢે અહી અભ્યાસ કરતા બાળકો નો સમૂહ એક હાથ મા પુસ્તકો લઈને આસપાસ થી ઘરે-ઘરે જઈ ને પ્લાસ્ટીક નો કચરો એકત્રીત કરે છે.

આ અક્ષર ના સંસ્થાપક મંજીન મુખ્તાર જણાવે છે કે , શિક્ષણ ના બદલે ફી સ્વરૂપે આ પ્લાસ્ટીક નો કચરો લેવા નો વિચાર થોડો જૂનો છે પરંતુ , અસરકારક છે.

અમે , બાળકો ને ફ્રી મા શિક્ષણ આપીએ છીએ. પરંતુ , આ પહેલ અમે પ્લાસ્ટીક ના કચરા ના નિકાલ કરવા માટે કરી છે. જ્યારે બાળકો દ્વારા આસપાસ થી પ્લાસ્ટીક નો કચરો એકત્રીત કરી ને લઈ આવવા મા આવે છે ત્યારે અમે આ બાળકો ની સહાયતા વડે જ આ પ્લાસ્ટીક ના કચરા નુ રીસાયકલીંગ કરી ને તે રીસાયકલ થયેલા કચરા નુ અન્ય નિર્માણ કાર્યો મા ઉપયોગ કરીએ છીએ.

જેમ કે , હાલ આ રીસાયકલ કરેલા કચરા નો ઉપયોગ કરી ને બાળકો દ્વારા ઈકોફ્રેન્ડલી પ્લાસ્ટીક ની ઈંટ નુ નિર્માણ કરવા મા આવ્યુ. આ કાર્ય બાળકો ના ફ્રી સમય મા એક્સ્ટ્રા એક્ટીવીટી તરીકે કરાવવા મા આવે છે. આ ઉપરાંત બાળકો ને વૃક્ષારોપણ તથા મૂંગા પ્રાણીઓ ની સાર સંભાળ કેવી રાખવી તે અંગે પણ શિખવાડવા મા આવે છે અને માહિતી આપવા મા આવે છે. આ એક્ટીવીટી દ્વારા અન્ય એક પ્રવૃતિ પણ થાય છે.

જે પણ બાળકો અહી પ્લાસ્ટીક નો કચરો એકત્રીત કરી ને લાવે છે. તેમને આ કચરા ના બદલે રમકડા ના નાણા પણ ચૂકવવા મા આવે છે. આ નાણા થી બાળકો રમકડા , બુટ અને ચોપડા પણ ખરીદી શકે છે. આ શાળા મા ૧૦૦ કરતા પણ વધુ બાળકો અભ્યાસ કરે છે. આ શાળા મા અભ્યાસ કરતા બાળકો ની ઉંમર ૪-૧૫ વર્ષ વચ્ચે ની હોય છે. આ શાળા મા અભ્યાસ કરતા અનેક બાળકો ના માતા-પિતા મજૂરી નુ કાર્ય પણ કરતા હોય છે.

આ પ્રવૃતિ દ્વારા બાળક ને જીવન મા પૈસા કમાવવા નુ તથા પૈસા નુ મૂલ્ય અને મહત્વ પણ સમજાય છે. આ શાળા નુ અભ્યાસ નુ મોડેલ પણ અત્યંત શ્રેષ્ઠ છે. આ શાળા મા સૌપ્રથમ શિક્ષક સીનિયર બાળકો ને ભણાવે છે અને સીનિયર બાળકો તેમના જુનિયર બાળકો ને ભણાવે છે. આ પધ્ધતિ ને પિયર ટુ પિયર લર્નિંગ મોડેલ કહી શકાય. આસામ ની આ શાળા અન્ય લોકો માટે હાલ એક પ્રેરણારૂપી ઉદાહરણ બની છે

આ શાળા ના વિચારો ખુબ જ નેક છે. આ શાળા મા બાળકો ને ફક્ત શિક્ષણ જ નથી આપવા મા આવતુ પરંતુ , તેની સાથોસાથ તેમના મા જવાબદારીઓ વિશે ની સમજણ પણ જાગૃત કરવા મા આવે છે. આ પ્લાસ્ટિક નો કચરો હાલ સમગ્ર વિશ્વ માટે એક જટીલ સમસ્યા બની ગયો છે ત્યારે આપણે આ શાળા ના નવતર પ્રયોગ પર થી થોડી પ્રેરણા લેવી જોઈએ.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *