ગુજરાત ધાર્મિક

સંત હોય તો આવા કંતાન ના કપડા અને વર્ષો થી મૌન છે સંત શ્રી કાળુબાપુ

શેર કરો

આપણુ સૌરાષ્ટ્ર એટલે સંતો ની ભૂમી એમા પણ
ભાવનગર ના ઉમરાળા તાલુકાના હડમતીયા ગામ મા આવેલ મુનીબાપુ નુ આશ્રમ એક આસ્થા નુ પ્રતીક બન્યુ છે અને અહી લોકો બગદાણા ની જેમજ પુનમ ભરવા આવે છે અને આશ્રમ ની પ્રસાદી પણ લેવા આવે છે. ત્યા નુ વાતાવરણ જ કાંઈક અલગ છે જે શાંતિ ની અનુભૂતિ કરાવે છે.
આશ્રમ મા કાળુ બાપુ જેવા સંત છે જે કંતાન પહેરે છે અને એકદમ સાદુ જીવન જીવે છે અને તેવો વર્ષો થી મૌન છે.

લોકો નુ કહેવુ છે કે તેવો પોતાના આશ્રમ મા તેવો ધ્યાન ધરે છે. બાપુ ના આશ્રમ મા અન્નશ્રેત્ર ચાલે છે અને ત્યાથી કોઈ ભુખયુ નથી જતુ.

ત્યા ની પ્રસાદી નો સ્વાદ મોંઘી હોટલો કરતા વધારે સારો છે બાપુ અનેક સમાજ સેવા ના કર્યો પણ કરે છે કાળુ બાપુ દર વર્ષે સમૂહ લગ્ન કરાવે છે અને સમાજ સેવા નુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

સૌરાષ્ટ્ર ના સાચા સંત કાળુ બાપુ ને વંદન.


શેર કરો