દેશ અને દુનિયા મનોરંજન

સંગીત ના આવા સાધનો પહેલા નહી જોયા હોય અને નામ પણ નહી સાંભળ્યા હોય

શેર કરો

1 જોડિયા પાવા

-જોડિયા પાવા એ બે વાંસળીની જોડને સામાન્ય વાંસળીની જેમ મોઢેથી ફૂંક મારીને વગાડવામાં આવે છે.
-આ બે વાંસળીમાં એક નર અને એક માદા હોય છે.
-જે વીસથી બાવીસ ઈંચ લાંબા હોય છે.
-રણપ્રદેશમાં ઘેટાં ચરાવનારા ભરવાડો ખૂબ તન્મયતાથી જોડિયા પાવા વગાડે છે.

2 મોરચંગ

-મોરચંગને તંતુવાદ્ય કહી શકાય. આ વાદ્ય -ખિસ્સામાં મૂકી શકાય એવું હોય છે.
જો કે તેનો ધ્વનિ ખૂબ મોટો અને મનમોહક હોય છે.
-લોખંડ અને પિત્તળમાંથી બનાવાયેલા આ મોરચંગનો ઉપયોગ ભરવાડ કે વણઝારા કરે છે.
-કચ્છી લોકસંગીતમાં લંગાગાયકો દ્વારા આ વાદ્યનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.

3-નાગફણી

-નાગ જેવું દેખાતું અને મોઢેથી વાગતું કચ્છનું પ્રાચીન વાદ્ય છે.
-પિત્તળમાંથી બનતું આ વાદ્ય નાગના આકારનું જ હોવાથી એને નાગફણી કહેવામાં આવે છે. જોકે આ વાદ્ય હવે નામશેષ થઈ ગયું છે.

4-પકાની/પનાર

– પકાની/પનાર નામે ઓળખાતું વાદ્ય બેથી ત્રણ ફૂટ લાંબુ હોય છે.
-જેના છેડે ચાર છિદ્રો હોય છે. તેને મોઢેથી વગાડવામાં આવે છે. તે વાંસળીને મળતું આવે છે.
-આ વાદ્ય કચ્છ ઉપરાંત બલૂચિસ્તાન, ઈરાન અને તુર્કિસ્તાનમાં પણ પ્રચલિત છે.

5 રાવણહથ્થો

-રાવણહથ્થો પણ ગજ દ્વારા વાગતું એક તંતુવાદ્ય છે.
-રાજસ્થાન ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ રાવણહથ્થો વગાડવામાં આવે છે.શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *