ગુજરાત દેશ અને દુનિયા રમત ગમત

સચિન પોતાની જૂની ગાડી ને યાદ કરી ભાવુક થયો, કહ્યું – ” આ ગાડી મને પાછી આપો “

શેર કરો

ભારતનો દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર પાસે બીએમડબલ્યુ, ફેરારી, નિસાન જીટીઆર જેવી વિશ્વની શ્રેષ્ઠ કામ છે. કામ પ્રત્યેનો તેમનો પ્રેમ દુનિયાથી છુપાયો નથી, પરંતુ બહુ ઓછા લોકો એ જાણે છે કે તે એક ક્રિકેટર બન્યા બાદ તેણે પોતાના પૈસાથી ખરીદી પોતાની પહેલી કારને હજુ પણ ભૂલી શક્યો નથી. અને આ કારને લઈ તે ખુબ જ ભાવુક થઈ ગયો છે. જેડલ કરે ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી મુદ્રિત દાની સાથે શો ઇન સ્પોર્ટ લાઇટમાં પોતાની પહેલી કાર સાથે ભાવનાત્મક લગાવના ખુલાસો કર્યો હતો.

આ દરમિયાન તેમણે અપીલ કરી હતી કે જેણે પણ આ કારને ખરીદી છે તે મને સંપર્ક કરે. સચિન ભાવનાત્મક કારણોસર આ કાર પાછી મેળવવા ઈચ્છે છે. તેંડુલકરે કહ્યું , મારી પહેલી કાર મારુતિ- ૮૦૦ હતી. કમનસીબે આ કાર હવે મારી પાસે નથી. જો તે ફરીથી મારી પાસે આવે તો મને ગમશે, જે લોકો મારી વાત સાંભળી રહ્યા છે અને તેઓ આ કાર વિશે મારો સંપર્ક કરી શકે છે. ક્રિકેટના ભગવાને કહ્યું કે મારા ઘરની પાસે એક મોટો ઓપન ડ્રાઇવ ઇન મૂવી હોલ હતો, જયાં લોકો તેમની કાર પાર્ક કરીને મૂવીઝ જોતા હતા. તે સમયે હું મારા ભાઈ સાથે અમારી બારીમાંથી કલાકો સુધી ઉભા રહીને આ ગાડીઓને જોતો હતો.

સૌજન્ય- સદાચાર સંદેશ


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *