ગુજરાત દેશ અને દુનિયા

સિંહ ને જોઈ ભલભલા નો પરસેવો છુટી જાય પણ વન રક્ષક મહીલા કોળી રસીલા બેન વાઢેર એ 300 સિંહ ને બચાવેલા છે.

શેર કરો

આજે અમે તમને એવી બહાદુર મહીલા વિષે જામવા જઈ રહયા છીએ કે જેમણે બહાદુરી ની મિસાલ કાયમ કરી જે જેમનુ નામ રસીલાબેન વાઢેર છે અને તેવો એ અનેક સિંહ અને દીપડા ના જીવ બચાવ્યા છે અને પોતાના જીવ ની પણ પરવા નથી કરી.


રસીલા બેન વાઢેર ગુજરાતના ગીર નેશનલ પાર્કમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે કાર્યરત છે. અને રસીલાબેન વાઢેર ગીરની સિંહ રાણી તરીકે જાણીતા બન્યા છે રસીલા બેન પ્રથમ મહીલા છે જે રેન્જ ફોરેસ્ટ ઓફીસર તરીકે નિમણૂંક થયા હોય રસીલાબેન વાઢેર એ અત્યાર સુધી મા 300 થી વધુ સિંહ અને 500 થી વધારે દીપડા ને રેસ્ક્યુ કરી બચાવેલા છે.

તેમની નોકરી સાથે સાથે શોખ પણ છે વન્ય જીવન ને બચાવવાનો.
રસીલા બેન વાઢેર એ એક ઉદાહરણ પૂરું પાડયું છે કે એક સ્ત્રી ધારે તે કરી શકે કોઈ કામ અઘરું નથી હોતુ.

આવી સરસ કામગીરી માટે Today Gujarat ટીમ એમને ખુબ ખુબ અભિનંદન આપે છે.


શેર કરો