ગુજરાત

ખરાબ આર્થિક પરિસ્થિતિ થી કંટાળી પિતા એ જ કરી પુત્ર ની હત્યા

શેર કરો

નવસારી તા-5-9-20
લાડકોડથી ઉછરેલી દીકરો જો દારૂના રવાડે ચડે તો પરિવાર આર્થિક રીતે ખુવાર થાય છે, નવસારીના એક મજબૂર પિતા રોજબરોજના કંકાસ થી ત્રાસી જોઈ આવેશમાં આવી પુત્રનું કાસળ કાઢી નાખતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. મધર ઇન્ડિયા ફિલ્મમાં મજબુર બનેલી માતા પોતાના પુત્રને ગોળી ચલાવી મોતને ઘાટ ઉતારે છે ત્યારે આ રીલ ની સ્ટોરી રિયલ લાઇફમાં પિતા સાથે બની છે.

વાત છે લાલપુર તાલુકામાં આવેલ ચીજ ગામની જ્યાં દારૂના રવાડે ચડેલા પુત્ર અવારનવાર માતા અને પિતાને માર મારતો હતો.
સુમનભાઈ હળપતિ છેલ્લા અનેક સમયથી બેકાર હતા અને બે પુત્ર અને એક પુત્રી પૈકી એક પુત્રનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. સાથે જ એકનો એક પુત્ર નિમેષ પણ બેકાર હતો અને દારૂની આદતને કારણે તે વારંવાર માતા-પિતા ને ગાળો આપવા સાથે માર મારતો હતો. ત્યારે બે દિવસ પહેલા રાત્રે જમતી વખતે પિતા ઘરમાં આર્થિક સંકડામણ હોય પુત્રની સ્પેલન્ડર બાઈક ૨૫000માં વેચી ઘરનું ગુજરાન ચલાવવા માટે પુત્ર નિમેશ સાથે ચર્ચા કરી હતી. જોકે આ ચર્ચા દરમિયાન તેમણે પુત્ર નિમેશ ઉશ્કેરાઈ ગયો હતો


અને પિતાને મારવા જતાં પિતાએ આવેશમાં આવી ઘરમાં રહેલા ચપ્પુ વડે નિમેષ પર હુમલો કર્યો હતો. જેથી સારવાર દરમિયાન પુત્ર નિમેષ નું મોત થયું હતું. પુત્રના મોતથી અને પોતાના જેલ જવાથી નિરાધાર બનેલી માતા દક્ષા પટેલ સાવ નિરાધાર થઈ ગઈ છે. હવે તિઓ ભરણપોષણ માટે બેસહારા બની ગયા છે, કેટલીકવાર ઉશ્કેરાટ ના કારણે ન કરવાનું કામ થઈ જાય છે અને સંબંધો ની ગરિમા પણ ભુલાય છે. ત્યારે ચીજ ગામના સુમન ભાઈ નો પરિવાર હાલ વિખેરાઈ ગયા છે ઘરે એકલી આંસુ સારતી દક્ષા પટેલ પર દુઃખના પહાડ તૂટી પડ્યો છે.
ન્યુઝ સૌજન્ય- સદાચાર સંદેશ


શેર કરો

One Reply to “ખરાબ આર્થિક પરિસ્થિતિ થી કંટાળી પિતા એ જ કરી પુત્ર ની હત્યા

Comments are closed.