વાયરલ વિડીયો

દીકરી સમયસર ઘરે ના પોહચતા ભાઈ પપ્પા અને પરિવારજનોએ કર્યો ફોન ટ્રેક. આવ્યો ચોકાવનારો કિસ્સો બહાર!દરેક દીકરીનો પરિવાર રાખે સાવચેતી!

શેર કરો

હાલ તમને એક એવા કિસ્સા વિશે જણાવીશુ કે જેને જાણી ને તમે કોઈ પણ વાહન મા બેસતા પુર્વ ૧૦૦ વખત વિચારશો.

ઉબેર ટેક્સી મા બનેલા એક કિસ્સા વિશે જણાવીશુ. જે જાણી ને તમે આશ્ચર્ય મા મુકાઈ જશો. હવે ,આ સર્વિસીઝ નો ઉપયોગ કરતા પૂર્વ ફક્ત આ લેખ ને એક વખત વાચી લેવા વિનંતી.

પ્રવર્તમાન સમય મા મેગા સીટીઝ મા ઓલા ટેક્સી તથા ઉબેર ટેક્સી નો ખૂબ જ બહોળા પ્રમાણ મા ધંધો ચાલી રહ્યો છે. હાલ લોકો શહેર મા એક સ્થળે થી બીજા સ્થળ પર પહોંચવા માટે ખાનગી વાહનો નો ઉપયોગ કરે છે જેમા ઓલા અને ઉબેર આ બે વાહન ની કંપનીઓ ખૂબજ ચર્ચા મા છે.

કિસ્સો છે અમેરિકા ના મેરિલેન્ડ નો કે જ્યા મેરીલેન્ડ ના એક શહેર બાલ્ટીમોર મા એક પુત્રી ના પિતા એ ટેક્સી ડ્રાઈવર પર બળાત્કાર નો કેસ દાખલ કર્યો છે. ઘટના કંઈક એવી હતી કે પુત્રી કોઈ અગત્ય ના કાર્ય હેતુસર બહાર ગઈ હતી.

તે સમયસર ઘરે પરત ના ફરતા તેના પિતાએ પુત્રી ની શોધખોળ શરૂ કરી અને પુત્રી ના પિતાએ તેનો ફોન ટ્રેક કરી ને તે જ્યાં હતી તે લોકેશન પર આવી પહોંચ્યા. આ લોકેશન પર રસ્તા ની એક બાજુ એક ઉબેર ની ટેક્સી પડી હતી અને આ ટેક્સી મા ડ્રાઈવર તથા પુત્રી બંને અસ્તવ્યસ્ત પરિસ્થિતિ મા નિહાળવા મળ્યા હતા. જેથી પુત્રી ના પિતા નુ એવુ કહેવુ છે કે આ ટેક્સી ડ્રાઈવર દ્રારા તેમની પુત્રી પર રેપ કરવા મા આવ્યો છે.

આ આખા કેસ ને બાલ્ટીમોર કાઉન્ટી પોલીસ સમક્ષ મૂકવા મા આવ્યો છે અને તે અંગે ની યોગ્ય કાર્યવાહી હાથ ધરવા મા આવી છે. પોલીસકર્મીઓ સાથે ની પૂછતાછ દરમિયાન એ વાત જાણવા મળી કે, આ કિસ્સો બાલ્ટીમોરે શહેર મેયઝ રોયલ ઉત્તર ના વિસ્તાર મા ઘટયો હતો અને આ કિસ્સા ને એક જાતીય અત્યાચાર તરીકે પણ નિહાળવા મા આવે છે. પુત્રી ના પિતાએ પોતના બયાન મા જણાવ્યુ છે કે એક સાવ અજાણ્યા રસ્તા પર જ્યા કોઈ વ્યક્તિ ની અવર-જવર થતી ના હતી.

તેવા સૂમસામ રસ્તા પર ૧૧.૩૦ કલાકે આ ગાડી પાર્ક કરેલી હતી જ્યારે તે આ કાર પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયુ કે ગાડી ઉબેર કંપની ની છે અને જ્યારે અંદર નિહાળ્યુ તો જોયુ કે ઉબેર નો ડ્રાઈવર તથા તેમની પુત્રી શરમજનક સ્થિતિ મા પાછળ ની સીટ પર હતા. ડ્રાઈવરે આ યુવતી ની કોલેજ બેગ તેના પિતા ના મુખ પર ઘા કરી અને યુવતી ને પણ ગાડી મા થી ધક્કો મારી ને ગાડી લઈ ને ફરાર થઈ ગયો.

આ ઉપરાંત પોલીસકર્મીઓ તરફ થી જાણવા મળ્યુ કે જયારે આ યુવતી ના પિતા આ ગાડી પાસે પહોંચ્યા અને તેમણે આ બંને ને શર્મજનક સ્થિતિ મા જોયા એટલે તેમણે ડ્રાઈવર ને દરવાજો ખોલવા નુ કહ્યુ અને આ ઉપરાંત તેમના વચ્ચે થોડી હાથાપાઈ પણ થઈ પરંતુ, ડ્રાઈવર ત્યા થી કાર લઈ ને ભાગી ગયો. હાલ, પોલીસ દ્રારા આ શંકા ના ઘેરા મા આવેલ વ્યક્તિ ને ઝડપી લેવા મા આવ્યો છે અને તેની ઓળખ પણ થઈ ગઈ છે. પરંતુ, હજુ આ વિશે કઈ વધારા ની માહિતી જાહેર કરવા મા આવી નથી.

આ ઉપરાંત યુવતી ના પપ્પાએ તેની પુત્રી ને કેવી રીતે શોધી એ અંગે ની પણ કોઈ યોગ્ય માહિતી પ્રાપ્ત થઈ નથી. આ સમગ્ર ઘટના અંગે ઉબેર કંપની ને નોટિસ પણ ફટકારવા મા આવી અને તેમણે યુવતી ના પિતા ની માફી પણ માંગી અને કેસ મા સાથ આપવા ની સહમતી પણ દર્શાવી.

જો આ અંગે થોડી વિસ્તૃત તપાસ કરી ને ચર્ચા કરીએ તો હાલ લગભગ છેલ્લા ૪ વર્ષ મા ઉબેર કંપની ના ૧૦૦ થી પણ વધુ ડ્રાઈવરો પણ રેપ તથા જાતીય સતામણી ના કેસ દાખલ કરવા મા આવેલ છે પરંતુ આ કંપની હવે એવો દાવો કરે છે કે લોકો ની સુરક્ષા હેતુસર અમે હવે થોડા ફીચર્સ મા ચેન્જીસ લાવવા ના છીએ. તો મારી મિત્રો ફક્ત એટલી જ સલાહ છે કોઈ પણ જગ્યાએ જતા પહેલા પૂરે પૂરી સાવચેતી વર્તવી.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *