ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

પાણીપુરીની શોખીન છોકરીઓના પરિવારજનો સાવધાન!

શેર કરો

પાણીપુરી આ શબ્દ સાંભળતા જ ઘણા લોકોના મોં માં પાણી આવી ગયું હશે. પાણીપુરી એક એવી વસ્તુ છે, જેનાથી લગભગ દરેક લોકોને પ્રેમ હોય છે. તેઓ એને ખુબજ ઉત્સાહથી ખાય છે. પરંતુ શું તમને ક્યારેય પાણીપુરી ની સાથે સાથે એને બનાવનાર વ્યક્તિ સાથે પણ પ્રેમ થયો છે?

લગભગ નહિ.. પરંતુ યુપીના મિર્ઝાપુર જિલ્લામાં રહેતી એક સગીર યુવતીએ આ ભૂલ કરી. તે બે વર્ષથી, જે હાથથી બનાવેલા પાણીપુરીને ખાઈ રહી હતી.

એમણે એ વ્યક્તિને દિલ આપી દીધું,. આ અનોખા પ્રેમને કારણે પણ એવું કર્યું કે તે છોકરી પાણીપુરી વાળા સાથે ઘર છોડીને ભાગી ગઈ. તો ચાલો વધુ માહિતી એના વિશે જાણી લઈએ..

૧૭ વર્ષીય છોકરીને થયો પાણીપુરી વાળા સાથે પ્રેમ

આદર્શ નગર પંચાયત પાસે આવેલી એક વોર્ડની હાઇ સ્કૂલની 17 વર્ષની વિદ્યાર્થી તેના ઘરની સામે વેચતા પાણીપુરી વાળા એક યુવાનના હાથની પાણીપુરી ખુબ જ પસંદ કરતી હતી.

આ યુવક ઝાંસીનો રહેવાસી હતો અને ભાડાના મકાન લઈને અહીં રહેતો હતો. તે રોજ ત્યાં પાણીપુરી વેચતો હતો. યુવતીને તેના હાથ દ્વારા બનાવેલી પાણીપુરી ખાઈને યુવાન સાથે પ્રેમ થઇ ગયો હતો.

ઘર છોડીને પાણીપુરી વાળા સાથે ભાગી છોકરી

યુવતીના પરિવારના સભ્યોએ જણાવ્યું કે અમારી પુત્રી ઘરની સામે વેચનારની પાણીપુરી ખાવાનું પસંદ કરતી હતી. જો કે, અમને કોઈ ખ્યાલ નહોતો કે તેણી તેને પ્રેમ કરે છે અને તેની સાથે ભાગી પણ શકે છે. મંગળવારે રાત્રે યુવતી પાણીપુરી વાળા સાથે ભાગી ગઈ હતી. સવારે જ્યારે પરિવારજનોને ઘરમાં છોકરી ન મળી ત્યારે તેઓ ડરી ગયા. પહેલા તે એક તાંત્રિક પાસે પહોચ્ય. તાંત્રિકે તેને જણાવ્યું કે યુવતીને બે યુવકો મોં બાંધીને લઈ ગયા. આ પછી તે પોલીસ સ્ટેશન ગયા અને ત્યાં એક રિપોર્ટ લખાવ્યો. પોલીસે પણ આ મામલે તુરંત તપાસ શરૂ કરી હતી.

પરિવારને આવ્યો પાણીપુરી વાળા યુવકનો ફોન

બપોરે યુવક યુવતીને પોતાની સાથે લઇ ગયો હતો, યુવકે તેની પ્રેમિકાના પરિવારને ફોન કરી દીધો. તેણે ફોન પર કહ્યું કે ‘હું અને ઝાંસી જઇ રહ્યા છીએ, તેથી તમે લોકો પરેશાન ન થાવ.’ આના પર પરિવારે તેને કહ્યું, ‘તમે જ્યાં હોય ત્યાં જ રહો. અમે આવીએ છીએ. ‘

કેસ નથી લખાવી રહ્યા પરિવારજન

કસ્બા ચોકીના પ્રભારી સુરેન્દ્ર કુમાર સિંઘનું કહેવું છે કે પીડિત યુવતીના પરિવારજનોએ કહ્યું છે કે તેઓ કોઈ કેસ લખાવવા નથી માંગતા. જો કે એ છતાં પણ પોલીસ તે કિશોરની શોધ કરી રહી છે. આ આખી ઘટના સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બની છે.

કેટલાક લોકો કહે છે કે પ્રેમ એક એવી વસ્તુ છે જે ગમે ત્યારે અને કોઈપણ સાથે થઈ શકે છે. કેટલાક લોકો એમ પણ કહે છે કે યુવતી સગીર હતી, તેને સમજણ ન હતી. પાણીપુરી વાળાએ એને ફસાવી છે.


શેર કરો

One Reply to “પાણીપુરીની શોખીન છોકરીઓના પરિવારજનો સાવધાન!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *