ગુજરાત દેશ અને દુનિયા મનોરંજન

મગની દાળ અને પાલકના પુડલા લાગે છે સ્વાદમાં ચટાકેદાર અને સ્વાસ્થ્ય માટે લાભદાયી: જાણો અલગ રીતે બનાવવાની રીત.

શેર કરો

બાળકોથી માંડી વડીલો સુધી સૌના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રહે અને કૈંક નવું ચટાકેદાર ઘરમાં બને રે માટે આજે આપણે પાલક ના પુડલા બનાવતા શીખીશું.

બનાવવાની સામગ્રી

૨૫૦ ગ્રામ મગની દાળ,૧/૨ કપ દહીં,૫૦ ગ્રામ પાલક,૫ ચમચી કોથમરી,આદુંની પેસ્ટ, લીલા મરચાં,જીરું, જરૂર અનુસાર
હળદર,નમક,લાલ મરચું,લીંબૂનો રસ અને તેલ.

બનાવવાની રીત

આ મગની દાળના પુડલા બનાવવા માટે તમારે સૌથી પેહલા તો એક બાઉલમાં મગની દાળ એ નાખી અને તેને રીતે સરખી રીતે ધોઈ લો. ત્યારબાદ તમે આ મગની દાળ ને ૪ થી ૫ કલાક સુધી પાણીમાં પલાળી રાખો. અને જેવી કે દાળ એ પલળી જાય પછી તે દાળ ને તમે પાણીમાંથી બહાર કાઢી અને તેને મીક્ષરમાં અથવા તો બ્લેન્ડરથી ક્રશ કરી અને પેસ્ટ બનાવી લો.અને જેવી આ દાળની પેસ્ટ એ બની જાય પછી તેને એક બાઉલમાં કાઢી લો અને ત્યારબાદ તેની અંદર તેલ સીવાય તમામ પ્રકારના મસાલા અને પાલકની ભાજીને એકદમ જીણી જીણી સુધારીને નાખી દો અને તેને મિક્સ કરી લો.

જેવી આ બધી જ સામગ્રી એ નખાય જાય પછી તે બધી સામગ્રીને તમે સરખી રીતે મિક્ષ કરી લો અને ત્યારબાદ આ બધીજ સામગ્રી એ મિક્ષ થઇ જાય કે પછી તરત જ તે ખીરું એ ૧૦ મિનીટ સુધી રાખી દો.પછી તે ખીરા ને પાછુ એક સરખી રીતે હલાવી લો અને ત્યારબાદ હવે એક નોનસ્ટીક કઢાઈ લો અને તેને ગેસ પર ગરમ કરવા મૂકી દો અને જેવી તે ગરમ થઈ જાય પછી તે કઢાઈની અંદર થોડુંક તેલ લગાડી લો અને તેની ઉપર આ પુડલા અને ગોળ પાથરી દો અને જેવા આ પુડલા પથરાઈ જાય કે પછી તેને તમારે બંને સાઈડ સરખી રીતે સેકી લો અને ગરમ ગરમ સ્વાદિષ્ટ પુડલા તૈયાર.પુડલા અને મગની દાળ નું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે ખુબજ લાભદાયી છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *