ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

ઓનલાઈન શિક્ષણ બન્યો ઝગડાનું કારણ

શેર કરો

બાળક ના ઓનલાઈન શિક્ષણ ને લઈને થયો પતિ પત્ની વચે ઝગડો :

કોરોના વાયરસના કહેર વચ્ચે બંધ શાળા બાળકનું ભવિષ્ય બંધ કરી દે તે માટે સરકારે ઓનલાઈન અભ્યાસ વચ્ચેનો રસ્તો ખોલ્યો છે. આ ઓનલાઇન અભ્યાસ કોઈને સંસાર નો માળો વિખી નાખશે તેવું કોઈ કલ્પનામાં પણ ન વિચારી શકે. જોકે, ઓનલાઇન અભ્યાસ કારણે એક દીકરાએ તેની માતા અને પતિએ પત્નીને ગુમાવવાનો વારો આવ્યો છે. ઓનલાઇન અભ્યાસ કારણે પતિ-પતિ વચ્ચે ઝઘડો થતા સુરતના પીપલોદ માં રહેતી એક પરણિતાને લાગી આવ્યું હતું.જેના કારણે તેને ફાંસો ખાઈ લેતા મૃત્યુ થયું છે. પતિ ના આપઘાતના કારણે પતિને આઘાત પહોંચ્યો તો એક બાળક નિરાધાર બન્યો.

પોલીસની પ્રાથમિક તપાસમાં પતિ પત્નીના ખરાબ અક્ષરોને ટોણો મારતાં પોતે જ દીકરાને ઓનલાઇન અભ્યાસ કરાવી તેવું કહેતા મામલો બિચક્યો હોવાની આશંકા છે. બનાવની વિગત એવી છે કે સુરતના પીપલોદ ખાતે આવેલ તિરૂપતિ નગર ખાતે રહેતા અને જમીન લે વેચ કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા જીગ્નેશ શાહ પરિવાર સાથે રહે છે.

જીગ્નેશ ભાઈ લગન જીવન દરમિયાન એક પુત્રનો જન્મ થયો છે. જોકે પુત્ર પીપલોદ વિસ્તારમાં એક ખાનગી શાળાઓમાં ધોરણ પહેલા અભ્યાસ કરે છે. હાલમાં કોરોના મહામારી વચ્ચે તેમના બાળ અને ઓનલાઇન અભ્યાસ કરાવો પડે છે. પછી માનસી બેન બાળકોને ઓનલાઇન અભ્યાસ કરાવતી હતી. પણ માનસી બેન અક્ષર સારા નહિ હોવા સાથે લે લખતા હતા તેમાં વધારે સુધારા કરવા પડતા હતા જેને લઈને પતિ જીગ્નેશ ભાઈ એ પતી માનસીને બાળકને અભ્યાસ ન કરવા માટે કહ્યું હતું અને પોતે બાળકોને અભ્યાસ કરાવી તેવું કહેતા ની સાથે માનસી બેન ને આ વાતનું માઠું લાગી આવ્યું હતું. આ બાબતે પતિ પતિ વચ્ચે સામાન્ય ઝગડો પણ થયો હતો. જેને લઈને પતી માનસી બેન આ વાતનું ખોટું લાગી આવતા પોતાના મકાન ત્રીજા માળે આવેલ મંદિર વાળી રૂમમાં જઈને ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણકારી પતિ જીગ્નેશ ભાઈ ને મળતા તે આ સામેલ તાત્કાલિક ઉંમર પોલીસને જાણકારી આપતા પોલીસ પણ બનાવ વાળી જગ્યા પર દોડી આવીને આ મામલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *