ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

15 ડી.વાય.એસ.પી. ની આંતરિક બદલી:વાંચો કોણ બન્યું તમારા જિલ્લામાં નવું dysp

શેર કરો

ગુજરાત કેડરમાં ફાળવેલા આઈપીએસ અધિકારીઓની ફેઝ-2ની તાલીમ એસવીપીએનપીએ હૈદરાબાદ ખાતે પૂર્ણ થતાં રાજ્ય પોલીસ દળમાં હાજર થતા ગૃહ મંત્રાલયને તેમને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તેમની નિમણૂંક કરી છે.

જે અંતર્ગત ગુજરાત કેડરના આઠ પ્રોબેશનર આઈપીએસને ડીવાયએસપી તરીકે પોસ્ટિંગ આપવામાં આવ્યું છે. તે સિવાય અન્ય 15 Dyspની આંતરિક બદલીઓ પણ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, ગૃહ મંત્રાલય દ્વારા ગુજરાત કેડરના 2016થી 2018 બેન્ચના આઠ પ્રોબેશન આઈપીએસની નિમણૂંક કરવામાં આવી છે.

ગૃહ મંત્રાલયના હુકમ અનુસાર અમદાવાદ લાંચ રૂશ્વત બ્યૂરોના ડીવાયએસપી ડીપી ચૂડાસમાને અમદાવાદ શહેરના ક્રાઈમ બ્રાન્ચના નવા એસીપી તરીકે નિયુક્ત કર્યા છે. જ્યારે હાલના એસપી બીવી ગોહીલની જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરમાં નિમણૂંક કરવામાં આવી છે.

બનાસકાંઠાના પ્રોબેશનર IPS અભય સોનીને અમરેલી ડીવાયએસપી બનાવવામાં આવ્યા છે. જ્યારે અમરેલી જિલ્લાના પ્રોબેશનર આઈપીએસ સુશિલ અગ્રવાલને બનાસકાંઠા પાલનપુરના Dysp તરીકે નિમણૂંક આપવામાં આવી છે. પંચમહાલના પ્રોબેશનલ પૂજા યાદવના બનાસકાંઠા જિલ્લાના થરાદના Dysp તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 2016ના સુરેન્દ્રનગરના પ્રોબેશનર આઈપીએસ શૈફાલી બરવાલને દાહોદ ડીવાયએસપી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 2017 બેન્ચના ડો લવીના સિંહાને વિરમગામ ડીવાયએસપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

જ્યારે 2018 બેન્ચના અને યુવા આઈપીએસ હસન સફિન મુસ્તફા અલીને ભાવનગર ડીવાયએસપી તરીકે નિમણૂંક કરવામાં આવી છે. વડોદરા ગ્રામ્યના પ્રોબેશનર આઈપીએસ વિકાસ સૂંડા ભરૂચ ડીવાયએસપી બનાવ્યા છે. વલસાડના પ્રોબેશનર આઈપીએસ ઓમ પ્રકાશ જાટને ગીરસોમનાથ જિલ્લાના વેરાવળ ડીવાયએસપી બનાવ્યા છે.

તદ્દ ઉપરાંત ગૃહ મંત્રાલયે 15 Dyspની બદલીઓ પણ કરી છે. પાલનપુરના Dysp એ.આર જનકાંતને અમદાવાદ શહેર વિશેષ શાખામાં એસીપી તરીકે નિયુક્ત આપી છે. અરવલ્લી જિલ્લાના મોડાસા એસસીએસટી સેલના ડીવાયએસપી એસએસ ગઢવીને લાંચ રિશ્વત બ્યૂરો વડોદરામાં મદદનિશ નિયામક તરીકે મુક્યા છે. જૂનાગઢ પોલીસ ટ્રેનિંગ સેન્ટરના ડીવાયએસપી એમબી સોલંકીને જામનગર હેડક્વાર્ટરના ડીવાયએસપી બનાવ્યા છે.

દાહોદ ડીવાયએસપી કલ્પેશ ચાવડાને ખેડા હેડક્વાર્ટરના ડીવાયએસપી બનાવ્યા છે. ખેડા હેડક્વાર્ટરના ડીવાયએસપી વિ.જે રાઠોડને ડીવાયએસપી ગાંધીનગર આઈબી, ભાવનગર એમએચ ઠાકરને ભાવનગર આઈબી રિજનના ડીવાયએસપી બનાવ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લાના લિમડી ડીવાયએસપી ડીવી બસિયાને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના એસીપી તરીકે મુકવામાં આવ્યા છે. મોરબી હેડક્વાર્ટર ડીવાયએસપી ડીજી ચોધરીને સ્પેશિયલ બ્રાન્ચ ઓફ કમિશનરેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ આઈબી ગાંધીનગરમાં ડીવાયએસપી બનાવ્યા છે.

અમદાવાદ ગ્રામ્ય હેડક્વાર્ટ ડીવાયએસપી એસએચ સારડાને દેવભૂમી દ્વારકાના એસએસટી સેલના ડીવાયએસપી, રાજકોટ ગ્રામ્ય એસએસટી સેલના ડીવાયએસટી ડો. શ્રુતિ એસ મહેતાને સ્પેશિયલ બ્રાન્ચ ઓફ કમિશનરેટ એન્ડ ડિસ્ટ્રિક્ટ આઈબી ગાંધીનગરમાં ડીવાયએસપી તરીકે મુકવામાં આવ્યા છે.

થરાદ ડીવાયએસપી એસ. કે. વાડાને વડોદરા ગ્રામ્ય ડીવાયએસપી, ભરૂચ ડીવાયએસપી ડીપી વાઘેલાને લાંચ રિશ્વત બ્યૂરો અમદાવાદમાં મદદનિશ નિયામક બનાવ્યા છે. દેવભૂમિ દ્વારકા એસસીએસટી સંઘના બીએસ વ્યાસને અમદાવાદ ગ્રામ્ય હેડક્વાર્ટરના ડીવાયએસપી બનાવ્યા છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *