દેશ અને દુનિયા

25 સપ્ટેમ્બરથી ફરી લોકડાઉન ???સરકારે જણાવી હકીકત

શેર કરો

સોશિયલ મીડિયા પર એક એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે સરકાર જલદી એક્વાર ફરીથી લોકડાઉન લગાવવા જઈ રહી છે. ૨૫ સપ્ટેમ્બરથી લોક્વઉન લગાવવાનો આદેશ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (એનડીએ) તરફથી જણાવવામાં આવી રહ્યો છે.

કોરોના વાયરસના વધતા સંક્રમણને રોક્વા માટે સરકાર તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે નિર્ણયમાં તે પણ કહેવામાં આવ્યું છે કે આ વખતે વધુ આક્રમકતાથી લોકડાઉનનું પાલન કરવામાં આવશે. વાયરલ થઈ રહેલા સમાચાર માં કહેવામાં આવ્યું છે કે ડિઝાસ્ટર વિભાગના એક લેટરપેડ પર સરકારી આ દેશમાં લખવામાં આવ્યું છે કે આ લોડાઉન ૪૬ દિવસનું હશે. સાથે કહેવામાં આવ્યું છે કે એનડીએમએ, યોજના આયોગની સાથે મળીને પીએમઓ અને ગૃહ મંત્રાલયના વિનંતી કરે છે કે ૨૫ સપ્ટેમ્બર રાતથી લોકડાઉન લગાવવામાં આવે. પરંતુ આ દરમિયાન જરુરી સેવાઓ પહેલાની જેમ ચાલતી રહેશે. પરંતુ સરકાર તરફથી પ્રેરે ઈન્ફોર્મેશન બ્યુરો (પીઆઈબી) દ્વારા કરવામાં આવેલ ફેક્ટ ચેક માં આ ખબરને અફવા ગણાવવામાં આવી છે. પીઆઈબી ફેક્ટ ચેક પ્રમાણે કેન્દ્ર સરકારે ન આ સંબંધમાં કોઈ નવો
આદેશ જારી કર્યો છે, ન આ સંબંધમાં કોઈ વિચાર વિમર્શ માટે નોટિસ જારી કરી છે.


શેર કરો