દેશ અને દુનિયા વાયરલ વિડીયો

વાંચો આ લેડી સિંઘમ વિશે જે ચઢે છે ઇલેક્ટ્રિક થાંભલા પર અને પૂરી પાડે છે લોકોને વીજળી !

શેર કરો

મહારાષ્ટ્રના બીડની રહેવાસી ઉષા રાજ્ય કક્ષાની સ્પોર્ટસ ગર્લ રહી છે, પરંતુ હવે તે તે જવાબદારી નિભાવી રહી છે જે જવાબદારી હંમેશા પુરુષ-પ્રધાન માનવામાં આવે છે.

શું તમે ક્યારેય વીજ વાયરને કનેક્ટ કરવા માટે કોઈ મહિલાને સીડી વગરના થાંભલા પર ચઢતા જોય છે? નિશ્ચિતરૂપે મેં જોયું નથી , જો બતાવવામાં આવ્યું હશે તો પણ હું બહુ ઓછું જોયું હશે. મહારાષ્ટ્રના બીડમાં કામ કરતી ઉષા જગદલે આ પુરુષ પ્રધાન વ્યવસાયનો અપવાદ છે. વીજ ગ્રાહકોની ફરિયાદોનો અસરકારક રીતે નિરાકરણ કરતી વખતે, તેમણે સુનિશ્ચિત કર્યું કે લોકડાઉન વખતે પણ લોકોને વીજળી સંબંધિત ફરિયાદો ન થાય તે માટે આ કામ કરશે.જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ઉષા જગદલે પોતાનું કામ ચાલુ રાખવા ઘણી અડચણોનો સામનો કરવો પડ્યો છે.

નોકરી મળી ઓફિસમાં, પરંતુ ફીલ્ડ વર્ક પસંદ કર્યું !

2013 માં, જ્યારે રમતગમત ક્વોટા દ્વારા એમએસઈડીસીએલમાં ટેક્નિશિયનની નોકરી મેળવી ત્યારે તેનું નસીબ ઉલટાયું હતું. બીડમાં સબ-ડિવિઝનમાં પોસ્ટિંગ મેળવ્યા બાદ ઉષા જગદાલને ઓફિસની નોકરી સોંપવામાં આવી હતી, પરંતુ ઉષાએ ઓફિસમાં બેસવાનું નહીં પરંતુ ક્ષેત્રમાં કામ કરવાનું પસંદ કર્યું હતું અને લોકોને અવિરત વીજ પુરવઠો આપવાનો નિર્ણય કર્યો !

તમને પણ આર્ટિકલ ગમ્યો હોય તો ફેસબુકમાં જરૂર થી શેર કરજો


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *