ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર મનોરંજન

કૂતરાએ માલિક સાથે કરી એવી હરકત કે વિડિયો જોઇને ચોંકી જશો

શેર કરો

વફાદારીની જ્યારે પણ વાત કરવામાં આવે તો હંમેશા ડોગીનું ઉદાહરણ આપવામાં આવે છે, કેમ કે આ એક જ એવું જાનવર છે જેને તમે એકવાર પ્રેમથી રોટલી ખવડાવો છો તો આખી જિંદગીભર તેનો અહેસાન વફાદારી આપીને ચૂકવે છે.

દુનિયામાં કેટલાય લોકો કૂતરાને પાળતુ જાનવરની જેમ પાળે છે અને તેને પોતાના ઘરનો એક સભ્ય જ બનાવી લે છે. કુતરાની વફાદારીના કેટલાય કેટલાય કિસ્સા તમે સાંભળ્યા હશે પરંતુ આજે અમે તમને એક એવો કિસ્સો જણાવવા જઇ રહ્યા છીએ જે વાંચીને તમે પણ કહેશો કે વાહ!

હાલમાં જ એક ઉંટના સમાચાર વાયરલ થયા હતા કે જેણે પોતાના જૂના માલિકને મળવા માટે 100 કિમીનો સફર ખેડ્યો. અમેરિકામાં પણ આવી જ એક ઘટના સામે આવી છે જ્યાં લાપતા ડોગીએ પોતાના જૂના માલિક પાસે જવા માટે 96 કિમીની સફર ખેડી. કુતરાને પરત મેળવી માલિક બહુ ખુશ છે અને આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ છે.

જણાવી દઇએ કે ક્લેઓ નામનો આ ડોગી અમેરિકાના કૈંસાસ સિટીથી લાપતા થઇ ગયો હતો, તે પોતાના નવા ઘરથી 60 માઇલ દૂર પહોચી ગયો હતો. પોતાના ડોગીને ગુમાવ્યા બાદ માલિક બહુ દુખી થઇ ગયો હતો અને તેણે ક્લેઓને પરત મેળવવાની ઉમ્મીદ છોડી દીધી હતી. પરંતુ તેનાથી ઉલટું થયું,

લાપતા થયાના એક અઠવાડિયામાં ડોગી પોતાના માલિકના જૂના ઘરે પહોંચી ગયો. જાણકારી મુજબ ડોગીના માલિકે પોતાના ઘર માઇકલ અને બ્રિટનીને વેચી દીધો હતો અને ખુદ અમેરિકાના બીજા શહેર શિફ્ટ થઇ ગયો હતો.

એક દિવસ માઇકલ અને બ્રિટની જ્યારે ઘરેથી પરત ફર્યા તો તેણે ક્લેઓને સામેવાળા બગીચામાં બેઠેલો જોયો, તેઓ ચકિત થઇ ગયા કે આખરે કોઇ ડેગી તેમના ઘરે કેમ બેઠો છે.

જે બાદ જ્યારે માઇકલે ક્લેઓના ગળામાં બંધાયેલ એક માઇક્રોચિપને ચેક કર્યો તો તેમને માલૂમ પડ્યું કે આ ડોગી તેમના ઘરના જૂના માલિકનો જ છે જે એક અઠાડિયાથી લાપતા છે. ક્લેઓના માલિકે એક અઠવાડિયા પહેલે જ તેને લાપતા થવાની જાણકારી ફેસબુક પર શેર કરી હતી.

જ્યારે માઇકલે ડગીના માલિકને આ વાતના સમાચાર આપવામા આવ્યા તો તે પોતાના જૂના ઘરે પહોંચી ગયા. ક્લોએના માલિક ડ્રૂયીએ જણાવ્યુ કે આ ડોગી તેમના અને તેમની માની બહુ નજીકનો છે, આ બહુ અજીબ વાત છે કે અમારામાંથી કોઇને ખબર નહોતી કે તે પોતાના જૂના ઘરે જવા માટે નીકળી ગયો.

ડ્રયૂએ કહ્યું કે જૂના ઘર માટે જવાના રસ્તામાં એક નદી પાર કરવી પડે છે, અમે કદાચ ક્યારેય જાણી ના શકીએ કે આખરે ક્લેઓએ નદી પાર કરી કેવી રીતે જૂના ઘરે પહોંચી ગયો.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *