ગુજરાત

જામનગર મા એક જ પરીવાર ના ત્રણ ભાઈઓ ના મોત શહેર મા ધેરો શોક

શેર કરો

કોરોનાવાયરસનું સંક્રમણ ગુજરાત ને ધીરે ધીરે પોતાના ભરડામાં લઈ રહ્યું છે. જે શહેરની વાત કરીએ તે પહેલા અમદાવાદ પછ સુરત અને હવે રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે ત્યારે જામનગર થી એક ચોંકાવનારા સમાચાર આવી રહ્યા છે.

જામનગરનાં અગ્રણી લોહાણા વેપારી પરિવારનાં એક સાથે ૧૧ લોકે કોરોના સંક્રમીત થયા હતા જેમાંથી ત્રણ સગા ભાઈઓ ના કોરોના ના કારણે નિધન થયા છે. આ સમાચારથી પરિવારની સાથે વેપારી સમાજમાં પણ લોકો સ્તબ્ધ થઈ ગયા છે.


મળતી માહિતી પ્રમાણે. જામનગરના ગ્રેઈન માર્કેટ અગ્રણી વેપારી તેમજ કે. જે. બેંકના ચેરમેન પ્રવીણભાઈ ચોટાઈ સાથે તેમના અને તેનો ભાઈ વિનુભાઈ ચોટાઈ, મનુભાઈ ચોટાઈ, હરીશભાઈ ચોટાઇ સહિત સમગ્ર પરિવારના ૧૧ સભ્યો કોરોના ના ભરડામાં આવ્યા હતા.

આ તમામને જી. જી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જે પૈધે પ્રવીણભાઈ ચોટાઈ સાથે અન્ય સાત સભ્ય કોરોનાની સામે જીતી ને ઘરે પરત ફર્યા છે અને હોમ આઈસોલેશનમાં છે.

જ્યારે તેમના ત્રણ ભાઇઓ વિનુભાઈ, મનુભાઈ અને હરીશ ભાઈએ કોરોનાને કારણે જી. જી હોસ્પિટલમાં દમ તોડ્યો છે. સૌથી પહેલા વિનુભાઈ એ અંતિમ શ્વાસ લીધા, પાંચ દિવસ બાદ મનુભાઈ અને ગઈકાલે ત્રીજા હરીશભાઈ એ પણ જી. જી. હોસ્પિટલમાં દમ તોડ્યો છે. જેના કારણે આખા શહેરમાં ઘેરા શોના પ્રત્યાઘાતો પડ્યા છે.
ન્યુઝ સૌજન્ય સદાચાર સંદેશ


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *