દેશ અને દુનિયા

ભારત દેશ ની મોટી સફળતા પૃથ્વી પર ઈસરો બનાવશે નકલી ચંદ્ર..

શેર કરો

કોરોના મહામારીએ મહિનાઓ સુધી દુનિયા આખી જાણે રીતસરની થંભાવી દીધી છે. પરંતુ પોતાના સફળ સ્પેસ મિશન દ્વારા દુનિયાભરમાં ડંકો વગાડનાર ભારતની અવકાશી સંસ્થા ઈસરોએ આ મુશ્કેલ સમયમાં પણ પડકાર ઝીલી આગળ વધી રહી છે. ઈસરો ચંદ્રયાન ૩ના લોંચિગની તૈયારીઓ કરવા લાગ્યું છે. ઈસરો આવતા વર્ષે જ ચંદ્રયાન ૩ના લોચિંગ માટેની તૈયારીઓ કરી રહ્યું છે. આ મિશનમાં લેંડર અને રોવર પર ચંદ્રની ધરતી પર જશે. આ અભિયાનના ચોક્કસ રિહર્સલ માટે ઈસરો એ નકલી ચંદ્ર બનાવ્યો છે. ચંદ્રની કક્ષામાં પ્રદક્ષિણા કરી રહેલા ચંદ્રયાન-૨ના ઓર્બટર સાથે લેન્ડર અને રોવરનો સંપર્ક કરાવવામાં આવશે. ચંદ્રની ધરતી પર ખાડાઓમાં ચંદ્રયાન-૩ના લેન્ડર અને રોવર યોગ્યરીતે ઉતરી શકે અને કામ કરી શકે તે માટે બેંગાલુરુથી ૨૧૫ કિલોમીટર દૂર છલ્લા કેરે પાસે ઉલાર્થી ક્યારામાં નકલી ચંદ્ર તૈયાર કરવામાં આવશે. મળતા અહેવાલ પ્રમાણે છેલ્લા કેરે વિસ્તારમાં ચંદ્રના ખાડાઓ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. સપ્ટેમ્બર ની શરૂઆત સુધીમાં કંપની મળી જશે જે આ કામ પૂર્ણ કરી શકે. ચંદ્રની સપાટી પર હોય તેવા જ હૂબહૂ નકલી ખાડાઓ બનાવવા માટે ૨૪.૨ લાખ રૂપિયાની ખર્ચ કરવામાં આવશે.
નકલી ચંદ્રના આ ખાડાઓ ૧૦મીટર વ્યાસના અને ૩ મીટર ઊંડા હશે. આ ચંદ્રના નકલી ખાડા એટલા માટે બનાવવામાં આવી રહ્યા છે કે ચંદ્રયાન-૩ના લેન્ડર અને રોવર મૂવમેન્ટની પ્રેક્ટિસ કરી શકે. સાથે જ તેમાં લગાવવામાં આવનાર સેન્સર્સ નું ટેસ્ટિંગ થઈ શકે છે. તેમાં લેન્ડર સેન્સર પરફોર્મન્સ ટેસ્ટ કરવામાં આવશે. તેના દ્વારા લેન્ડરની કાર્યક્ષમતા ખ્યાલ આવશે.ચંદ્રયાન-૨ની જેમ ચંદ્રયાન-૩ મિશન પણ આગામી વર્ષે લોન્ચ કરવામાં આવશે. અનેક સેન્સર્સ લગાવવામાં આવશે જે ઓટોમેટેડ પ્રોગ્રામ સારી રીતે કરી શકે. લેન્ડર લેન્ડીંગ સમયે ઊંચાઈ, લેન્ડીંગ જગ્યા, ઝડપ, પથ્થરોથી લેન્ડરને દૂર રહેવું વગેરે કામમાં પણ સેન્સર્સ HEN કરશે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *