દેશ અને દુનિયા

ભારત ના વૈવિધ્યપૂર્ણ ગામડાઓ

શેર કરો

ભારત ગામડાઓ નો બનેલો દેશ છે અને દરેક ગામડું કૈંક ને કૈક વિશેષતા ધરાવે છે . આવો આજે આપને જાણીએ ભારત ના એવાજ કોઈક ગામડાઓ વિશે જે જાણી ને તમને સો ટકા આશ્ચર્ય થશે .

-> ભારત ના મહારાષ્ટ્ર માં આવેલું શનિ શિંગડાપુર નામ નું ગામ જેની વિશેષતા એ છે કે અહીંયા ગામડા ના કોઈ પણ ઘર માં બારી બારણાં નથી અને કોઈ પણ ઘર માં બારી બારણાં ના હોવા છતાં અહીંયા કોઈ પણ ચોરી નો બનાવ આજ સુધી બન્યો નથી અને આ ગામ માં એક પણ પોલીસ સ્ટેશન નથી .

-> મહારાષ્ટ્ર નું શેઠપાલ ગામ અને આ ગામ ની વિશેષતા સાંભળી તમે ચોંકી જશો . આ ગામ ના દરેક ના ઘર માં સાપ છે . અહીંના લોકો સાપ ને પોતાના પરિવાર ના માણસ ની જેમ રાખે છે .

-> હવે વાત કરીએ એક એવા ગામની જે ગામ માં ૬૦ કરોડપતિઓ રહે છે અને આ ગામ ભારત ના ગામડાઓ માં નું સૌથી અમીર ગામ છે જેનું નામ હિવારે બજાર છે અને તે મહારાષ્ટ્ર માં આવેલું છે.

-> રાજસ્થાન માં આવે કુલધાર ગામ જેને અઘોર ગામ પણ કેહવામા આવે છે . આ ગામ માં મકાનો ઘર તો છે પણ રેહનારું કોઈ માણસ નથી

-> કેરલા માં એક એવું ગામ આવે છે જ્યાં ૪૦૦ જેટલા જોડિયા બાળકો છે આ ગામને લોકો જોડિયા ગામ પણ કહે છે જેનું મૂળ નામ કોડિન્હી છે.

ગુજરાત જ્યારે કોઈ પણ બાબત માં પાછળ નથી ત્યારે આવા વિશેષતા ભર્યા ગામડાઓ માં પાછળ કઈ રીતે રહી જાય . ચાલો જાણીએ આપડા ગુજરાત ના એવા ગામડાઓ વિશે જેની વિશેષતા જ કૈંક અલગ છે.

-> ગુજરાત નું પુનાસરી ગામ સૌથી આધુનિક ગામ ગણાય છે જ્યાં દરેક ઘર માં સીસીટીવી કેમેરા અને વાઇફાઇ છે અને સાથે સાથે દરેક ગલીઓ માં સોલાર થી ચાલતી લાઈટ છે .

-> આફ્રિકન ગામ ના નામ થી ઓળખાતું ગામ જેનું મૂળ નામ જાંબુર છે અહી દરેક વ્યક્તિ આફ્રિકન જેવા દેખાય છે .


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *