ગુજરાત દેશ અને દુનિયા મનોરંજન વાયરલ વિડીયો

બી.ચંદ્રકલા IAS જે સોસિયલ મીડીઆ પર લાખો Followers ધરાવે જે જાણો તેના વિશે

શેર કરો

સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનાર કોઈપણ માણસ ભાગ્યે જ આ નામથી અપરિચિત હશે.
હા, જેના ફેસબુક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ વગેરે માધ્યમોમાં લાખો ફોલોઅર્સ છે, તે બી.ચંદ્રકલા સોશિયલ મીડિયામાં કોઈ મોટી રાજકીય હસ્તી કે કોઈ હિરો-હિરોઇન કરતા પણ વધુ લોકપ્રિયતા ધરાવે છે.


બી.ચંદ્રકલાનો જન્મ ફર્ટિલાઈઝ સીટી તરીકે પ્રખ્યાત રામાગુંડમ, કરીમનગર, આંધ્રપ્રદેશ(હવે તેલંગાણા) માં 27 સપ્ટેમ્બર, 1979ના રોજ માતા-પિતા બી.લક્ષ્મી અને બી.કિશનને ત્યાં ત્રીજા સંતાન તરીકે અનુસૂચિત જનજાતિ જેવા સામાજિક રીતે પછાત પરિવારમાં થયો.
આરંભિક અભ્યાસ કેન્દ્રીય વિદ્યાલય રામગુંડમમાં કરનાર અને ભણવામાં ઍવરેજ એવી ચંદ્રકલાનું ધોરણ-10નું ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીનું પરિણામ ખૂબ નબળું હોઈ આગળના અભ્યાસ માટે તેને સાયન્સ કે કોમર્સના બદલે આર્ટ્સમાં અભ્યાસ કરવો પડ્યો.


ત્યારબાદ હૈદરાબાદ જઈ તેણે જયોગ્રાફી વિષયમાં કોટી વિમેન્સ કોલેજમાંથી ગ્રેજ્યુએશન અને ઉસ્માનિયા યુનિવર્સિટી, હૈદરાબાદમાંથી ઇકોનોમિક વિષયમાં એમ.એ. કર્યું.
ત્યારબાદ તેણે આંધ્રપ્રદેશ પબ્લિક સર્વિસ કમિશનની કલાસ 1ની પરીક્ષા આપી અને તેમાં ટોપર બની. જેથી તેને કો-ઓપરેટિવ સોસાયટીના ડેપ્યુટી રજિસ્ટ્રાર તરીકેનો હોદ્દો મળ્યો. આ સમય દરમિયાન તેણે UPSC ની તૈયારી ચાલુ રાખી. 2008માં ચોથા પ્રયત્ને તેને 409 રેંક સાથે સફળતા મળી. તેમને ઉત્તરપ્રદેશમાં IAS કેડર મળી.


2009માં તેમની નિમણુંક અલ્હાબાદમાં ચિફ ડેવલપમેન્ટ ઓફિસર તરીકે થઈ. ત્યારબાદ 2010માં અલ્હાબાદમાં જ SDM તરીકે નિમણુંક મળી. ત્યારબાદ 2012માં હમીરપુર, 2014માં મથુરા, 2015 બુલંદશહર, 2016 બીજનોરમાં MD તરીકે ફરજ બજાવી. 2017માં સ્વચ્છ ભારત મિશનના ડાયરેક્ટર તરીકે દિલ્હી ડેપ્યુટશન પર ગયા. ત્યારબાદ પાણી પુરવઠો અને ગટર વ્યવસ્થા મંત્રાલય વિભાગમાં ડેપ્યુટી ડાયરેક્ટ તરીકે, સાધ્વી નિરંજન જ્યોતિના સેક્રેટરી તરીકે, માધ્યમિક શિક્ષા વિભાગના સ્પેશિયલ સેક્રેટરી જેવા અનેક હોદ્દાઓ ભોગવ્યા છે.


2017માં ઉત્તરપ્રદેશમાં કોઈ કોન્ટ્રાકટરનો જાહેરમાં ઉધડો લેતા બી.ચંદ્રકલાનો વિડીયો ખૂબ વાઈરલ થયેલો. એક દબંગ લેડી IAS ઓફિસર તરીકેની છાપ ધરાવનાર ચંદ્રકલા સોશિયલ મિડીયામાં ખૂબ એક્ટિવ રહે છે. તેમના એક ટ્વિટ કે એક ઇન્સ્ટા પોસ્ટને હજારો કે લાખો લાઈક અને કોમેન્ટ મળે છે.


દેખાવે કોઈ હીરોઇનને પણ ટક્કર મારે તેવી આ સુંદર IAS અધિકારીએ IAS/IPS અધિકારીઓની પ્રજામાં રહેલી એક પરંપરાગત છાપને ભૂંસી નાખી છે.


જો કે ચંદ્રકલા વારંવાર વિવાદમાં પણ ફસાતા રહ્યા છે. CBIએ રેતીના ગેરકાયદેસર ખનન મુદ્દે તેમના ઘરે છાપા મારી તપાસ આદરી છે. જોકે દિલ્હીમાં ડેપ્યુટશન પર ગયેલ ચંદ્રકલા ત્યાં પણ કડક અધિકારી હોવાની છાપ ધરાવે છે. સોશિયલ મીડિયામાં પ્રામાણિક અધિકારી તરીકે પ્રસિદ્ધ એવા બી. ચંદ્રકલા સૌથી વધુ પ્રસિદ્ધ (ફેમસ) IAS અધિકારી છે તે કોઈપણ વ્યક્તિએ સ્વીકારવું જ રહ્યું.
-ડૉ. સુનીલ જાદવ


શેર કરો