ગુજરાત ભાવનગર

બોર તળાવ નુ પાણી પોતાના ખેતર મા વાળનાર ખેડુત ને સજા ને બદલે ભાવનગર મહારાજે ખેતર મા કુવા કરાવી આપ્યા.

શેર કરો

ભાવનગર ના દરેક રાજા ની દરીયાદીલી અને પોતાની પ્રજા માટે કેટલા સજાગ હતા એ આપણે સૌ કોઈ જાણીએ છીએ મહારાજા કૃષ્ણકુમારસિંહજી અને મહારાજા ભાવસિંહજી વગેરે ના અનેક પ્રસંગો ઈતિહાસ ના પન્ના પર જોવા મળે છે. આજે એક એવો જ પ્રસંગ તમને જણાવવા જઈ રહયા છીએ.


મહારાજા ભાવસિંહજી વખત નો આ પ્રસંગ છે જયારે ચોમાસા ના સમય મા ગૌરીશંકર તળાવ મા ભાવનગર ની પ્રજા માટે પાણી નો સંગ્રહ કરવામા આવતો અને ભાવનગર ની પ્રજા ને પાણી ની અછત ના થાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવતી.


દર ચોમાસા મા બોર તળાવ મા પાણી ભરાતુ પરંતુ એક વાર ઓછુ ભરાતા મહારાજે તપાસ ના આદેશ કર્યા કે પાણી નો પ્રવાહ કેમ ઓછો થયો તે તપાસ કરવા નુ કહેતા પાણી ના સ્ત્રાવ ના કિનારે કિનારે માળનાથ ડુંગર સુધી તપાસ કરતા માલુમ પડયુ કે ખેડુતે પાણી વાળ્યુ છે. અને ખેડુત ને મહારાજ સમક્ષ હાજર કર્યા ત્યારે ખેડુત ને પાણી વાળવાનું કારણ પુછતા તેણે જણાવ્યું કે “મારો પાક મુરઝાઈ ગયો હોવાથી ભુલ થી આમ થયુ છે હુ ક્ષમા ચાહું છુ”


ત્યારે મહારાજા એ વિનમ્રતા થી જણાવ્યું કે “ગૌરી શંકર તળાવ નુ પાણી ભાવનગર ની પ્રજા માટે છે તેનો ઉપયોગ આ રીતે ના થવો જોઇએ આવુ ફરી ના થવુ જોઈએ ” અને ત્યાર બાદ મહારાજે આદેશ કર્યો કે ખેડુત ને જેટલા કુવા ની જરુર હોય તેટલા કરી આપો.


આમ મહારાજે સજા કરવાને બદલે સમસ્યા યોગ્ય રીતે હલ કરી આપી.


શેર કરો