ગુજરાત દેશ અને દુનિયા ધાર્મિક ભાવનગર

ભાવનગરનો ઐતિહાસિક વારસો તળાજા વિશે

શેર કરો

તળાજા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં ભાવનગર જિલ્લામાં આવેલું એક નગર છે, જે સૌરાષ્ટ્રના પૂર્વ કિનારે શેત્રુંજી અને તળાજી નદીના કાંઠે વસેલું છે. તળાજા ગુજરાતના જાણીતા સંતકવિ ભક્ત નરસિંહ મહેતાનું જન્મસ્થળ છે.

પાછળથી તે જૂનાગઢમાં સ્થાયી થયા હતા.પ્રાચીનકાળમાં તળાજા ‘તાલધ્વજ નામથી પણ ઓળખાતું હતું. તળાજા શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૮ઈ પર ભાવનગર (૫૪ કિ.મી.) અને મહુવા (૪૩ કિ.મી.) શહેરની વચ્ચે સ્થિત છે. તળાજા સમુદ્રની સપાટીથી અંદાજીત ૧૯ મી (૬ર ફુટ)ની ઉંચાઈએ વસેલું છે.તળાજા પાસે ગોપનાથ મહાદેવ અને ઝાંઝમેર ના રમણીય સમુદ્ર કિનારો આવેલ છે.

ટેકરીની ઉત્તર અને પશ્ચિમ બાજુએ બૌદ્ધ પાથર્યા શૈલીમાં કંડારેલી તળાજા ગુફાઓ આવેલી છે. આમાંની એક ગુફાઓ, જેને એભલ મંડપ તરીકે ઓળખવામાં આવે છે, આ એભલ મંડપ એભલ વાળા ના નામથી ઓળખાતો હોવાનું મનાય છે.

મોટા ચોરસખંડની બનેલી છે તથા ૨૩ મીટર લંબાઈ, ૨૧ મીટર પહોળાઈ અને ૧૫.૫ મીટર ઉંચાઈ ધરાવે છે. ગુફાનો આગલો ભાગ ચાર મોટા ચોરસ થાંભલા થી ટેકવેલો હોય એમ લાગે છે, આ થાંભલાઓ હાલ હયાત નથી.આ થાંભલા ઉપરના પથ્થરના પાટડી ઉપર ચોરસ ચોકડી પાડી તે ઉપર નાની કમાનો બનાવી એક પ્રકારની શોભા આપેલી છે. કહેવાય છે કે,આવા પ્રકારની ગોઠવણ પ્રાચીન બૌદ્ધ સ્થપતિઓને બહુ જ પસંદ પડતી. આ ગુફા ભારતમાં પુરાતત્વ વિભાગ દ્વારા રાષ્ટ્રીય મહત્વનાં સ્મારક તરીકે રક્ષિત સ્મારક જાહેર કરેલ છે. આ, તળાજા શહેરનો આવો એક મહત્વપૂર્ણ ઇતિહાસ રહેલા છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *