ગુજરાત

“અમૃતમ મા” યોજના અને “મા વાત્સલ્ય” યોજના : ગરીબ કુટુંબ માટે સ્વાસ્થય સંબંધિત યોજના

શેર કરો

આ યોજના હેઠળ ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબો અને મધ્યમ વર્ગીય પરિવારો પોતાની પસંદગી વાળી ખાનગી તેમજ સરકારી સલગ્ન હોસ્પિટલમાંથી સારી ગુણવત્તા યુક્ત સારવાર તદ્દન મફતમાં મેળવી શકે છે.

  •  લાભાર્થી કુટુંબનો ગ્રામ્ય ગૃહનિર્માણ અને ગ્રામ્ય વિકાસ વિભાગ તેમજ શહેરી ગૃહનિર્માણ અને શહેરી વિકાસ વિભાગ ની બીપીએલ યાદી માં સમાવેશ જરૂરી છે 
  • રૂપિયા 4 લાખ કે તેથી ઓછી પારિવારિક વાર્ષિક આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો લાભ લઈ શકે
  • ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના તમામ આશા વર્કર બહેનો આ યોજનાનો લાભ લઇ શકે છે
  •  રાજ્ય સરકારના વર્ગ-૩ અને વર્ગ-૪ ના તમામ સંવર્ગો પરની જગ્યાઓ ઉપર સીધી ભરતીથી નિમણૂક આપેલ ફિક્સ પગારના કર્મચારીઓ આ યોજનાનો લાભ લઇ શકે છે
  • વાર્ષિક રૂપિયા ૬ લાખથી ઓછી આવક ધરાવતા કુટુંબના સિનિયર સિટીઝનો પણ આ યોજનાનો લાભ લઇ શકે છે
  • આ યોજના હેઠળ ગંભીર બીમારીઓ જેવી કે  હદય, કિડની, કેન્સર, નવજાત શિશુઓના ગંભીર રોગ, ગંભીર ઇજાઓ, બર્ન્સ અને મગજ ના રોગો, જેવી બીમારીઓનિ કુલ 1807 જેટલી પ્રોસિજર માટે કુટુંબ દીઠ વાર્ષિક રૂપિયા 5,00,000/- સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ કરવામાં આવે છે 
  • યોજના હેઠળ લાભાર્થી માટે હોસ્પિટલમાં રજીસ્ટ્રેશન સ્ટેશન, નિદાન માટેના લેબોરેટરી રીપોર્ટ, સર્જરી, સર્જરી બાદ ની અનુવૃત્તિ સેવાઓ, દવાઓ, દાખલ ચાર્જ ,દર્દીને ખોરાક, ફોલોઅપ, મુસાફરી ખર્ચ વગેરેનો સમાવેશ થાય છે હોસ્પિટલમાં આ બધા માટે કોઈ જ ચાર્જ વસૂલ કરી શકે નહીં આમ માં અને મા વાત્સલ્ય યોજના લાભાર્થી તદ્દન મફતમાં સારવાર મેળવી શકે છે
  • લાભાર્થી યોજના સાથે જોડાયેલા કુલ ૧૧૨ જેમાં 68 ખાનગી 19 સરકારી તેમજ 25 સ્ટેન્ડ અલોન ડાયાલિસિસ સેન્ટરમાં જઈને લાભ લઇ શકે છે.
  • કુટુંબના દરેક સભ્ય ના ફોટો બાયોમેટ્રિક અંગુઠાના નિશાન નો સમાવેશ હોય એવું ક્યુ આર ” માં વાત્સલ્ય કાર્ડ” આપવામાં આવે છે.

કાર્ડ કઢાવવાનું સ્થળ

કાર્ડ તાલુકા કક્ષાએ સ્થાપિત 251 તેમજ સીટી કક્ષાએ સ્થાપિત 67 પરથી મેળવી શકે છે. જેમા લાભાર્થી કુટુંબ ના ફોટા અને અંગૂઠાના નિશાન લઈ તાલુકા વેરી ફાયરિંગ ઓથોરિટી દ્વારા ચકાસણી કરી કાર્ડ આપવામાં આવે છે. તાલુકા કક્ષાએ આ કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવે છે જેમાં તમારે કુટુંબનો આવકનો દાખલો પણ આપવાનો રહેશે. કાર્ડ કઢાવવા માટે કુટુંબના દરેક સભ્યની જરૂર હોય છે તેમનો ફોટો પાડવામાં આવે છે અને અંગૂઠાનું નિશાન લેવામાં આવે છે

મુખ્યમંત્રી અમૃતમ મા યોજના અને મા વાત્સલ્ય યોજના નું કાર્ડ ત્રણ વર્ષ સુધી ચાલે છે ત્રણ વર્ષ પછી આ કારની રીન્યુ  કરાવવાનું રહેશે  જે તમે તાલુકા પંચાયત એ આવકનો દાખલો અને મા અમૃતમ કાર્ડ આપશો એટલે તમને રિન્યુ કરી આપવામાં આવશે .

આ યોજના હેઠળ મા વાત્સલ્ય કાર્ડ કઢાવવું જરૂરી છે મા વાત્સલ્ય કાર્ડ વગર તમે સારવાર લઇ શકશો નહીં. આ યોજના અંતર્ગત ગંભીર બીમારીઓ નિયત કરેલ 1807 પ્રોફેસરોની સારવાર લગ્ન હોસ્પિટલમાંથી જ મળવાપાત્ર છે. આ યોજના હેઠળ સરકારે કરેલી નક્કી હોસ્પિટલમાં જ સારવાર મળવાપાત્ર છે.આ યોજના હેઠળ કેટલી સરકારી અને કેટલી હોસ્પિટલો ખાનગી છે તેની તમે નીચે આપેલી વેબસાઈટ પર જઈને જોઈ શકો છો 

વધારે ની માહિતી માટે તમે સરકાર શ્રી ની વેબસાઈટ નો સંપર્ક કરી શકો છો

http://www.magujarat.com

Toll Free :    1800-233-1022


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *