ગુજરાત દેશ અને દુનિયા ધાર્મિક

ગણપતિપુર માં આવેલા સ્વયંભૂ ગણપતિના મંદિર નો ઇતિહાસ

શેર કરો

‘ગુજરાત રાજ્યની રાજધાની કર્ણાવતીથી ૫૦ કિ.મિ. દૂર અંતરે ‘ગણપતિપુર’ નામક ગામ છે. તે ઠેકાણે ગુજરાતનું સૌથી વધારે પ્રાચીન સ્વયંભૂ ગણપતિનું મંદિર છે. આ મંદિરના પૂજારીએ અમને કહ્યું, ‘‘૫,૫૦૦ વર્ષ પહેલાં શ્રીકૃષ્ણ અને પાંડવોએ આ ગણપતિનું પૂજન કર્યું હતું. ‘આ ગણપતિની પૂજા કર્યા પછી શ્રીકૃષ્ણ ભગવાને દ્વારકામાં રહીને ઘણા વર્ષો સુધી રાજ્ય કર્યું’ એવું કહેવામાં આવે છે. આ ગણપતિનું નામ ‘સિદ્ધિવિનાયક’ છે. ભગવાન શ્રીકૃષ્ણ આ ગણપતિની પૂજા કરતા હતા. તેથી પહેલાં આ સ્થાનને ‘ગણેશ દ્વારકા’ એવું કહેવામાં આવતું. જે સમયે પાંડવો શ્રીકૃષ્ણને મળવા દ્વારકા જતા, ત્યારે પ્રત્યેક સમયે આ ગણપતિના દર્શન લઈને જ આગળ જતા.’’”એક ખેડૂતને ખેતર ખેડતી વેળાએ સ્વયંભૂ ગણપતિની મૂર્તિમળીને તે મૂર્તિની સ્થાપના થઈને તે સ્થાનને ‘ગણપતિપુરા’ એવું નામ પડવું” કળિયુગમાં અનેક વર્ષ સુધી આ મંદિર વિશે કોઈને જ જાણ નહોતી. ૮૮ વર્ષ પહેલાં કર્ણાવતી નજીક રહેલા ‘કોટ’ નામક ગામમાં એક ખેડૂતને ખેતર ખેડતી વેળાએ સ્વયંભૂ ગણપતિની મૂર્તિ મળી. તે મૂર્તિ જમણી સૂંઢ ધરાવનારી હતી. આ મૂર્તિના કાનમાં કુંડલ, પગમાં સોનાના કડા, તેમજ માથા પર મુગટ અને કમર પર કટિમેખલા પણ હતી. આ મૂર્તિ મળ્યા પછી થોડા સમયમાં જ આસપાસના અનેક ગામોમાંથી લોકો ભેગા થયા અને પ્રત્યેકને લાગવા માંડ્યું, ‘આ મૂર્તિની સ્થાપના પોતાના ગામમાંના મંદિરમાં થવી જોઈએ.’ ત્યાર પછી સર્વસંમતિથી એક બળદવિહોણા ગાડામાં મૂર્તિ મૂકવામાં આવી. મૂર્તિ મૂક્યા પછી ગાડું તરત જ ચાલવા લાગ્યું. પછી તે જે ઠેકાણે થોભ્યું, તે સ્થાન પર ગણપતિની મૂર્તિ આપમેળે ગાડામાંથી નીચે ઉતરી. ત્યાર પછી તે સ્થાન પર મૂર્તિની સ્થાપના કરવામાં આવી. આ સ્થાનનું નામ ‘ગણપતિપુરા ’  આ રીતે પડ્યું. આ મૂર્તિને ઘી અને સિંદૂરનો લેપ લગાડ્યો હોવાથી મૂર્તિનો રંગ સિંદૂરીયો છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *