ગુજરાત દેશ અને દુનિયા ધાર્મિક

સ્વયંભૂ પ્રગટેલા એક હજાર વર્ષ જૂના હનુમાનજીના મંદિર ની રોમાંચક વાત વાંચો અહી:

શેર કરો

ગાંધીનગર જિલ્લાના ડભોડા ખાતે આવેલા લગભગ એક હજાર વર્ષ જૂના ડભોડીયા હનુમાનજી દાદાના મંદીરમાં કાળીચૌદશના લોકમેળા પ્રસંગે ૩૫૦ ડબ્બા તેલનો અભિષેક કરવામાં આવતો હોય છે ત્યારે બધા લોકોનું ધ્યાન આ મંદિર તરફ હોય છે.

પરંતુ તમને જાણીને નવાઈ લાગે કે લોકો પોતાની દરેક મનોકામના પૂર્ણ કરવા માટે ડભોડીયા હનુમાન ની બાધા રાખે છે અને મનોવાંછિત ફળ પ્રાપ્તિ પછી લોકો અહીં બાધા પૂરી કરવા આવતા હોય છે. ચૈત્રી પૂનમના રોજ હનુમાનદાદાની જન્મ જયંતી આવી રહી છે ત્યારે જાણો આ મંદિર વિશે ખાસ માહિતી.

ગાંધીનગર જિલ્લાના ડભોડા ગામમાં એક હજાર વર્ષ જુનું હનુમાન દાદાની સ્વયંભૂ પ્રગટ થયેલા મૂર્તિ વાળું અતિપ્રાચીન મંદિર છે. પ્રવાસન ધામ માં સમાવેશ સાથે છેલ્લાં ત્રણ વર્ષથી આ મંદિરના થઈ રહેલા જિણોદ્ધારમાં ડભોડીયા હનુમાનજી દાદાનું મંદિર ઐતિહાસિક મહત્વ પણ ધરાવે છે.

મોગલોના શાસન દરમિયાન પાટણ પર અલાઉદ્દીન ખિલજીએ ચડાઈ કરતા પાટણના રાજા ડભોડાના ગાઢ જંગલમાં આશ્રય લીધો હતો. તે સમયે આ જગ્યા પર દેવગઢ નું ગાઢ જંગલ આવેલું હતું. રાજ ની ગાયો અને પશુધન ચરાવવા માટે ભરવાડો દેવગઢ જંગલમાં આવતાં હતાં. તેમાંથી આ ટીલડી ગાય ગાયોના ટોળામાંથી છુટીને એક નિશ્ચિત જગ્યાએ ઉભી રહી નમન કરતી અને દૂધ જરા જતી હતી. અને સાંજ પડે ગાયોના ટોળામાં પાછી આવી જતી હતી.

આ બાબતે ભરવાડોએ તપાસ કરી અને રાજાને આ સમગ્ર ઘટનાની જાણ કરી. રાજાએ જાત તપાસ કરી અને કોઈ ચમત્કાર લાગતા રાજપુરોહિત ની સલાહ મુજબ ત્યાં ખોદકામ કરાવ્યું અને ત્યાં હનુમાનજી દાદાની મૂર્તિ મળી આવતા ત્યાં મોટો યજ્ઞ રાખવામાં આવ્યો અને ત્યાં મૂર્તિની સ્થાપના કરવામાં આવી, અને તે શ્રી ડભોડીયા હનુમાનજી મંદિર તરીકે સ્થાપના થઈ અને માનવ વસવાટ થયો તે ગામ બન્યું જે આજે ડભોડા ગામ તરીકે ઓળખાય છે.

સમય જતા મંદિરના જિર્ણોદ્ધારનું કામ શરૂ કરવામાં આવ્યું અને એક મોટા યાત્રાધામમાં સ્થાન મેળવી જિલ્લામાં મોખરાનું સ્થાન ધરાવે છે.

મંદિરના મહંત શ્રી સ્વ જુગલ દાસજી એ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં ક્યારેય કાતર કી તીડ નહીં પડે તેવા આશીર્વચન આપ્યા હતા અને આજે પણ ડભોડા ગામની સરહદી વિસ્તારમાં કુતરા કે તીડ પડતા નથી. મહંત શ્રી સ્વ.જુગલદાસજીના મનમાં આજે પણ મહાવદ-છઠના દિવસે ગામના ધંધા રોજગાર બંધ રાખીને મહંત શ્રી સ્વ જુગલદાસજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે અને આ બંધને ગામ આખું બાવાની છઠ તરીકે ઓળખે છે.

ડભોડીયા હનુમાનજી દાદાના મંદિરે દર કાળીચૌદશે ભવ્ય મેળો યોજાય છે. ધનતેરસની મધરાતે મહાઆરતી સાથે આ મેળાની શરૂઆત થઈ કાળીચૌદશની રાત્રે બે વાગ્યા સુધી યોજાતા મેળામાં માનવ મેદની ઉમટી પડે છે. આ ઉપરાંત દર શનિવાર અને મંગળવારે પણ હજારોની સંખ્યામાં દર્શન કરવામાં આવતા ભાવિકો દ્વારા કાળી ચૌદશે ૩૫૦ કરતા વધારે તેલ ડભોડીયા હનુમાનજી દાદા ને ચઢાવવામાં આવતું હોય છે. આ મંદિર યાત્રીમાં માટે પણ રહેવા જમવા ઉપરાંત પરિવહનની સુવિધા કરવામાં આવી છે.

અહીં પહોંચવા માટે નો તમામ વાહનવ્યવહાર, રેલ વ્યવહાર અને હવાઈ વ્યવહાર અમદાવાદ અને ગાંધીનગર સાથે જોડાયેલ છે અમદાવાદ અને ગાંધીનગરથી 15-15 કિ.મી.ના અંતરે આવેલ ડભોડીયા હનુમાન પહોંચવા માટે સરળતાથી બસ વ્યવહાર અને પ્રાઈવેટ સાધનો ઉપલબ્ધ હોય છે.

દર વર્ષે ડભોડીયા હનુમાનજી દાદાના ધામમાં ચૈત્રી પૂનમ હનુમાન જયંતિ મહોત્સવ નું આયોજન કરવામાં આવે છે. જેમાં હનુમાન મારુતિ યજ્ઞ, 1111 તેલના ડબાનો અભિષેક, શોભાયાત્રા, ધજા ચઢાવવાની, મહાઆરતી, પ્રસાદ, ભોજન વગેરેનું આયોજન કરવામાં આવે છે.

પૈસાની પરેશાની માંથી છુટકારો અપાવશે હનુમાનજીના આ ઉપાય

આ ૪ કુટેવોથી પુરુષો બાળક પેદા કરવાની શક્તિ ગુમાવી દે છે

ટિકટોકર કીર્તિ પટેલ ના હોટ વિડિયો

હોસ્પિટલમાંથી ઉતારાયો ભૂતનો વિડિયો જુવો અહી!


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *