ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

કોરોના મહામારીમાં આ ગામમાં નથી એક પણ કોરોનાનો કેસ

શેર કરો

રાજકોટ સહિત સમગ્ર રાજ્યભરમાં કોરોના વાયરસનો કેર દિવસેને-દિવસે યથાવત જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ મૃત્યુઆંક પણ તેની ચરમસીમા પર પહોંચ્યો છે.

ત્યારે રાજકોટ શહેરની સીમાડે જ એક એવું ગામ આવ્યું છે કે જ્યાં કોરોના વાઇરસનો એક પણ કેસ નોંધાયો નથી જે પાછળનું કારણ છે ચુસ્ત લોકડાઉન.

કણકોટ ગામના સરપંચે જણાવ્યું હતું કે, અમારા ગામમાં 1500 વ્યક્તિ ની વસ્તી છે. અમારા ગામમાં ચુસ્ત પણે સરકારની ગાઇડ લાઈન નું પાલન કરીએ છીએ.

હાલ લોકડાઉન પૂર્ણ થઈ ચૂક્યું છે, અનલૉક શરૂ છે. તેમ છતાં હજુ પણ અમારા ગામમાં બહાર ની વ્યક્તિ ને એન્ટ્રી આપવામાં નથી આવતી. ત્યાં સુધી કે ગામની દીકરી જો સાસરે હોઈ તો તેને પણ ગામમાં પ્રવેશ આપવામાં નથી આવતો.

બીજી તરફ ગ્રામજનો પણ કહી રહ્યા છે કે અમારા ગામને અત્યાર સુધી ત્રણ વખત સેનેટાઈઝ કરવામાં આવ્યું છે. ગ્રામજનો દ્વારા ચુસ્ત પણે સોશીયલ ડિસ્ટનસ નું પાલન કરવામાં આવી રહ્યું છે.

તેમજ અંતિમ ક્રિયામાં પણ 15 વ્યક્તિઓથી વધુ એકઠા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ગ્રામજનો પણ કહી રહ્યા છે કે અમારા ગામમાં હજુ સુધી કોઈ કોરોના નો કેસ એટલા માટે નથી નોંધાયો કારણકે આજે પણ અમારા ગ્રામજનો અનલૉક માં પણ લોકડાઉન જેવું જીવન જીવી રહ્યા છે.

હાલ ભાજપ હોઈ કે કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ મેળાવડા કરે છે. જેના કારણે પોતે અને પોતાના પરિવાર જનો પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. બીજી તરફ 1500 ની વસ્તી ધરાવતું કણકોટ ગામ કે જ્યાં ચુસ્ત નિયમોની અમલવારી ના કારણે નથી નોંધાયો એક પણ પોઝિટિવ કેસ.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *