ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર મનોરંજન

આજ રાત્રીના ભોજન માં બનાવીએ કંઇક નવું : ચીલી પનીર

શેર કરો

વાનગીમાં વાપરતી સામગ્રી

૨૫૦ ગ્રામ પનીર,એક ઝીણી સમારેલી ડુંગળી,ચાર સમારેલા લીલા મરચાં,એક સમારેલા સિમલા મરચા,બે સમારેલી લીલી ડુંગળી

ચમચી આદુ-લસણની પેસ્ટ,૫૦ ગ્રામ મેંદો,બે ચમચી મકાઈનો લોટ,એક ચમચી ચીલી સોસ,એક ચમચી ટોમેટો સોસ,એક ચમચી સોયા સોસ,અડધી ચમચી કાળા મરીનો પાવડર,જરૂરિયાત અનુસાર તેલ,સ્વાદ અનુસાર મીઠું,અડધી ચમચી હળદર અને અડધી ચમચી ગરમ મસાલો.

બનાવવાની રીત

સૌ પ્રથમ તમારે એક વાટકી માં મેંદો, સમારેલ મરચા, નમક, મકાઈનો લોટ નાખીને તેની અંદર થોડું પાણી મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરો. ત્યારબાદ તેની અંદર પનીરના ક્યૂબ્સ નાખીને તેને બરોબર રગદોળી દો.હવે ગેસ ચાલુ કરીને તેના ઉપર એક પેનમાં તેલ ગરમ કરો જેની અંદર તમારે પનીર નાખવાનું છે. સારી રીતે તેલ ગરમ થઈ ગયા બાદ પનીર ને ધીમી આંચ પર ફ્રાય કરો.

હવે તેની અંદર તમારે આદુની પેસ્ટ, લીલી ડુંગળી, સમારેલી ડુંગળી, સીમલા મરચા નાખી ને ફ્રાય કરો.હવે તેની અંદર તમારે ટોમેટો સોસ, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને મરચાનો પાવડર ઉમેરો. આટલું કર્યા બાદ તમારે બચેલી ગ્રેવી ને તેની અંદર ઉમેરો. ત્યારબાદ તેની અંદર પનીર નાખીને થોડી વાર ફ્રાય કરો. ગેસ બંધ કર્યા બાદ લીલી ડુંગળી નાખી દો.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *