ગુજરાત દેશ અને દુનિયા મનોરંજન

રોજ એકનું એક ખાઈને કંટાળી ગયા છો?હવે ઘરેજ બનાવો ચીઝ ગાર્લીક બ્રેડ!

શેર કરો

રોજ નું રૂટિન જમવાનું અને બાળકોનો રોજ એકજ સવાલ કે મમ્મી આજે શું બનાવ્યું છે.જો તમે પણ કૈક નવું શીખવા ઈચ્છા હોય તો આ લેખ અવશ્ય વાંચો.આજે આપડે નાના બાળકો થી મોટા વડીલો સુધી બધા ભાવતી વાનગી વિશે શીખીશું

ચીઝ ગાર્લિક બ્રેડ બનાવવામાં ઉપયોગમા લેવાતી સામગ્રી:

આઠ બ્રેડ આખા, ચાર મોટા ચમચા બટર, નમક સ્વાદનુસાર, બટર નમક વગરનું, અઢી કપ છીણેલુ ચીઝ, ત્રણ નાની ચમચી લાલ મરચા નો પાઉડર અને છ થી આઠ લસણ ની કળીઓ.

બનાવવાની રીત:

હવે તમારા ઓવન ને ૩૦૦ ફેરનહાઈટ અથવા તો ૧૮૦ સેન્ટીગ્રેડ પર ગરમ કરી લો.

હવે નમક વગર નુ બટર હોય તો તેમાં સ્વાદનુસાર નમક ઉમેરી તેમાં છુંદેલુ લસણ ભેળવી દો. હવે ત્યારબાદ આ બનાવેલ ઘટ્ટ પેસ્ટ ને બ્રેડ ઉપર પાથરી તેના ઉપર છીણેલું ચીઝ નાખી થોડું લાલ મરચા નો પાઉડર નાખી દો.

હવે આ બ્રેડ ને તમારા ઓવન ની ગ્રીલ પર સીધી જ રાખી દો. તેને તમારે ઓવન ની બેકિંગ ટ્રે મા રાખવાની જરૂર હોતી નથી. પાંચ થી સાત મિનીટ મા તમારી ચીઝ ગાર્લિક બ્રેડ તૈયાર થઇ જાશે. હવે તેને ચટણી સાથે નાસ્તા માં આપી શકાય છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *