દેશ અને દુનિયા મનોરંજન રમત ગમત

ક્રિકેટર ફટકારી સિક્સ કે ગ્રાઉન્ડની બહાર પાર્ક કરેલી પોતાની જ કારનો કાચ તોડી નાખ્યો :

શેર કરો

આ ક્રિકેટર એ તોડ્યો હતો પોતાની મન પસંદ કાર નો કાચ :

આપણે ક્રિકેટ રમતી વખતે અનેક વખત લોકોના ઘરની બારીઓના કાચ તોડવા હશે, અને તે બાદ ગલી ક્રિકેટ બંધ કરીને ભાગ્યા પણ હતા.

તેવામાં ગ્રાઉન્ડ પર રમાતી ક્રિકેટમાં જો ક્રિકેટર સિક્સ ફટકારી પોતાની જ કારનો કાચ તોડી નાખ્યો હોય તેવો કિસ્સો હજુ સુધી તમે સાંભળ્યો નહીં હોય. પણ આયરલેન્ડના સ્ટાર ક્રિકેટર કેવિન ઓ બાયને ગુરુવારે એક ટી૨૦ મેચમાં એવી સિક્સ ફટકારી હતી કે બોલ રાઉન્ડની બહાર તો ગયો જ પણ સાથે જ પાર્કિંગમાં મૂકેલી કારનો કાચ તોડી નાખ્યો હતો. આયરલેન્ડના પાકમાં, વૈર૦ ઇન્ટર પ્રોવિન્ટાલ સીરિઝ ક્લેશના મુકાબલામાં કેવિન ઓ બ્રાયને લેસ્ટર લાઈટનિંગ માટે રમતા ૩૩ બોલમાં ૮૨ રનની તોફાની ઈનિંગ રમી હતી. અને આ ઈનિંગને કારણે લાઈટનિંગ ટીમે નોર્થ ઈસ્ટ વોરિયર્સના સામે ર. ઓવરમાં જ 3 વિકેટ પર ૧૨૪ રન બનાવ્યા હતા. આ દરમિયાન બ્રાયને એક એવી સિક્સ ફટકારી હતી કે બોલ લીધો તેની ગાડી પર પડ્યો હતો અને જેને કારણે ગાડીનો કાચ તૂટી ગયો હતો…

ક્રિકેટ આયરલેન્ડના ઓફિશિયલ ટ્વીટર પેજ પર તેનો ફોટો પણ શેર કરવામાં આવ્યો હતો. બાયને પોતાની ઈનિંગમાં ૩ ચોગ્ગા અને ૮ સિક્સ ફટકારી હતી. તેની સ્ટ્રાઈક રેટ ૨ ૨ ૧થી પણ વધારે છે. બ્રાયને અત્યાર સુધી પોતાના કેરિયરમાં 3 ટેસ્ટ, ૧૪૮ વનડે અને ૯૬ ઇન્ટરનેશનલ ટી ૨૦ મેચ રમી છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *