ગુજરાત દેશ અને દુનિયા

નાનપણમાં ભેંસો ચરાવનારી સી.વનમતી આજે છે IAS અધિકારી.

શેર કરો

હા, કેરળના ઇરોડ જિલ્લાની વતની એવી વનમતીની આર્થિક હાલત બહુ જ ખરાબ હતી. બાળપણમાં ભણવાની સાથે સાથે તેને ઘરનું પશુપાલનનું કામ પણ કરવું પડતું. ભેંસો ચરાવવા જવું, ભેંસના છાણ-વાસીંદા કરવા કે તેને ચારો નાખવો વગેરે કામ તો જાણે કે તેનો નિત્યક્રમ બની ગયો હતો. છતાં આ કામ કરતા કરતા પણ તે ભણી. ભણવામાં તે ખૂબ હોંશિયાર હતી. તે જાણતી હતી કે પોતાના પરિવારની હાલત બદલવાનો એકમાત્ર રસ્તો છે શિક્ષણ.

વનમતી બારમું ધોરણ પાસ થઈ તે પછી તરત જ સગા-સંબંધીઓ તેના ઉપર લગ્ન માટે દબાણ કરવા લાગ્યા. આ સમય દરમિયાન જ વનમતીએ ગંગા, જમના, સરસ્વતી નામની સિરીયલ જોઈ, જેમાં નાયિકા IAS ઓફિસર હોય છે. તેમાંથી પ્રેરણા મેળવીને જ વનમતીને IAS બનવાની ઈચ્છા થઈ.

ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂરો કરી તેણે કમ્પ્યુટર એજ્યુકેશનમાં PG કર્યું. ઘર ખર્ચમાં મદદરૂપ બનવા તેણે એક પ્રાઇવેટ બેંકમાં જોબ પણ કરી. પરંતુ પોતાના ધ્યેયને તે ભુલી નહોતી. અને એટલે જ તેણે UPSC ની તૈયારી પુરજોશમાં શરૂ કરી.

2014માં તેણે પહેલી ટ્રાય આપી, જેમાં સફળતા ન મળી. કારણ કે ઇન્ટરવ્યૂના બે દિવસ પહેલાં જ વનમતીના પિતાને હોસ્પિટલમાં દાખલ કરવા પડેલા.

પરંતુ હિંમત હાર્યા વગર તેણે મહેનત ચાલુ જ રાખી અને 2015માં તેણે UPSC ક્લિયર કરી બતાવી.

વાત સાવ સીધી છે…

દ્રઢ નિશ્ચય અને કઠોર પરિશ્રમ દ્વારા તમે ચોક્કસ સફળતા હાંસલ કરી શકો છો.

ડોસુનીલજાદવ


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *