ગુજરાત ભાવનગર

વિન્ટેઝ કાર જેવી અમુલ્ય ધરોહર બચાવા નો સર ભાવસિંહજી પોલિટેકનિકના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્તુત્ય પ્રયાસ

શેર કરો

સર.ભાવસિહજી પોલીટેકનિક ઈન્સટીટયુટ ભાવનગર ખાતે ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ ના અભ્યાસક્રમ માં પ્રરેકટીકલ કરવા વકૅશોપ માં વીદ્યાર્થીઓ ના અભ્યાસ માટે ભાવનગર મહારાજસાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી એ મહામુલી ગાડીઓ-વીન્ટેજ કાર-વીલીસજીપ-ઈન્ડીયન બુલેટ હેન્ડગેર જેવા વાહનો ભેટ માં આપેલ.

તે વાહનો અત્યારે કન્ડમ હાલતે છે.તે વકૅશોપ ની મુલાકાત ભાવનગર યુવરાજસાહેબ શ્રી જયવીરરાજસિહજી ને કોલેજ ના પ્રરીન્સિપાલ શ્રી દવે સાહેબ તથા ઓટોમોબાઇલ નાં ભૂતપૂર્વ વીદ્યાર્થીઓ શ્રી હનુમંતસિહ ચુડાસમા-શ્રી પીનાકીનભાઈ સોલંકી-શ્રી મહેશભાઈ વાઘેલા-શ્રી તારકભાઇ મહેતા-શ્રી મનોજભાઈ ચાદલીયા સાથે રહી અમુલ્ય વાહનોની માહિતી આપેલ.


આ વાહનો ને ટીપટોપ કન્ડીશન માં તૈયાર કરી ભાવનગર ની જનતા ના પ્રદશૅન માં મૂકવા માટે કોલેજ માં એક નવા ગેરેજ બીલ્ડીગ બાંધકામ માટે કોલેજ ના પ્રરીન્સિપાલ દ્વારા ભાવનગર પી ડબલ્યુ ડી બાંધકામ વિભાગ બાંધકામ નું એસ્ટીમેટ તૈયાર કરાવી ગુજરાત રાજ્ય ટેકનીકલ શિક્ષણ કમિશ્નર સમક્ષ બાંધકામ ગ્રાન્ટ મંજૂર કરાવવા રજુ કરેલ.

આ રજુઆત ને ભૂતપૂર્વ વીદ્યાર્થીઓ શ્રી હનુમંતસિહ ચુડાસમા તથા તેમની ટીમે ગુજરાત ના મુખ્ય મંત્રી શ્રી વીજયભાઈ રૂપાણી-શીક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સમક્ષ રજુઆત કરતા તેને સફળતા મળતાં થોડા દિવસ પહેલા કોલેજ ના પ્રરીન્સિપાલ શ્રી દવે સાહેબ ઉપર ગુજરાત સરકાર દ્વારા આ બાંધકામ ગ્રાન્ટ આવતા વર્ષે ફાળવી બાંધકામ ની ખાત્રી આપવામાં આવેલ તેમાં આ ગાડીઓ ને ટીપટોપ કન્ડીશન માં બનાવી લોક પ્રદશૅન માં મુકવા આવશે જે શ્રી દવે સાહેબ દ્વારા ટેલીફોનીક ચચૉ થયેલ.


નીલમબાગ ખાતે યુવરાજ સાહેબ શ્રી જયવીરરાજસિહજી સમક્ષ ગોહીલવાડ રાજપુત સમાજ ના ઉપપ્રમુખ શ્રી અજીતસિંહ વાજા-અખીલ ભારતીય ક્ષત્રીય મહાસભા જીલ્લા અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રસિંહ ગોહિલ તથા ભૂતપૂર્વ વીધ્યારથી શ્રી હનુમંતસિહ ચુડાસમા શ્રી પીનાકીનભાઈ સોલંકી શ્રી ગોપાલભાઈ સોલંકી શ્રી અનીલભાઈ શ્રી મનોજભાઈ ચાદલીયા મુલાકાત કરી આ ગાડીઓ ને ટીપટોપ કન્ડીશન માં બનાવવા ચચૉ કરેલ.યુવરાજસાહેબે તમામ ભૂતપૂર્વ વીદ્યાર્થીઓ નો આભાર માનેલ.


શેર કરો