ગુજરાત ભાવનગર

ગારીયાધાર ના બેલા ગામેથી એક ને ગાંજાના જથ્થા સાથે ઝડપી લેતી ભાવનગર એસ.ઓ.જી.

શેર કરો

ગુજરાત રાજ્યના અધિક પોલીસ મહાનિદેશકશ્રી સી.આઇ.ડી. ક્રાઇમ & રેલ્વેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રાજ્યમાં ગેરકાયદેસર નાર્કોટીક્સ પદાર્થ, કેફી ઔષધો, મન:પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર, હેરાફેરી, વેચાણ અટકાવવા ઝુંબેશ હાથ ધરેલ જેના ભાગ રૂપે ભાવનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોક કુમાર સાહેબની સુચના અને ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠૌડ સાહેબના માર્ગદર્શન હેઠળ માદક પદાર્થ ના ગેરકાયદેસર વેચાણ અને વહન અંગેના કેસ કરવા અને તેવા પદાર્થ શોધી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા ઇસમો ઝડપી પાડવા અને સમાજને નશા મુક્ત કરવા અભિયાન હાથ ધરેલ.


જે અનુસંધાને ભાવનગર એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સ્પેકટર કે.બી.જાડેજા ની રાહબરી નીચે એસ.ઓ.જી. પોલીસ ને મળેલ બાતમી આધારે દલપતભારથી ઉર્ફે દલુભાઇ S/O કાળુભારથી મોતીભારતી ગૌસ્વામી ઉ.વ.૨૬ રહેવાસી ગામ- બેલા, બેલનાથ મહાદેવ મંદિર તાલુકો ગારીયાધાર જીલ્લો ભાવનગર વાળાના ઘરે નાર્કોટીક્સ અંગે રેઇડ કરી મજકુર ના ઘરેથી વનસ્પતિ જન્ય સુકો ગાંજો વજન ૧ કિલો ૨૦ ગ્રામ કિંમત રૂપિયા ૧૦,૨૦૦/-* સાથે ઝડપી પાડી મજકુર આરોપી સામે NDPS એક્ટ તળે કાયદેસર કાર્યવાહી એસ.ઓ.જી.ના હેડ કોન્ટેબલ હરેશભાઇ ઉલવા ફરિયાદ આપી ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.

આ રેઇડ દરમ્યાન ભાવનગર એફ.એસ.એલ.ના અધિકારી શ્રી આર.સી.પંડયા સાહેબે સ્થળ તપાસણી કરી જરૂરી માર્ગદર્શન પુરુ પાડેલ હતું. કે આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.બી.જાડેજા સાહેબ ની રાહબરી નીચે એસ.ઓ.જી. સ્ટાફના હેડ કોન્સ. જગદીશભાઇ મારા તથા બલવીર સિંહ જાડેજા તથા હરેશભાઈ ઉલવા તથા વિજયસિંહ ગોહિલ તથા બાવકુ દાન ગઢવી તથા પોલીસ કોન્સ. દિલીપભાઈ ખાચર તથા હારીત સિંહ ચૌહાણ તથા ચિંતન ભાઇ મકવાણા તથા ડ્રાઇવર મુકેશભાઈ કંડોલીયા તથા ભોજાભાઇ બરબરીયા જોડાયા હતા.
Source- @bhavnagar_sp instagram


શેર કરો