ગુજરાત ભાવનગર મનોરંજન

ભાવનગર ના કાઠીયાવાડી ચણામઠ 1959 થી થય શરુવાત અને આજે….

શેર કરો

ભાવનગર એટલે આપણુ એવુ શહેર કે ત્યા 10 રુપિયા મા પણ કોઈ ભરપેટ જમી શકે એમા પણ કાઠીયાવાડી ચણામઠ નુ નામ પડે તો તો મોઢા મા પાણી જ આવી જાય ને .???


હા ભાવનગર ના કાઠીયાવાડી ચણામઠ ની વાત જ એવી છે ભાવનગર ના કાઠીયાવાડી ચણામઠ વાળા ની લારીઓ અનેક જોવા મળશે અને તેનો સ્વાદ પણ બધી લારીએ એક સરખો જ હશે ચણામઠ સાથે ખજુર ની ચટણી અને શિંગ કાંઈક અલગ જ જમાવટ વાળો સ્વાદ આપશે.


આ ચણામઠ ની શરુવાત 1959 મા થયો હતો અને હાલ ભાવનગર મા 5 થી વધારે લારીઓ છે જે અલગ અલગ રસ્તા ઓ પર જોવા મળે છે અને 15-20-25 રુપિયા ની ડીસ ના સ્વરૂપે પિરસવામા આવે છે.

ચણામઠ સાથે આપવામા આવતી ચટણી એટલી ટેસ્ટી છે કે ગુજરાત ના અલગ અલગ જીલ્લા મા પણ મોકલવામાં આવે છે.

જો તમે ભાવનગર ના હશો તો આ ચણામઠ ખાવામાં બાકી નહીછે હો પણ જો અન્ય જીલ્લા ના છો તો ભાવનગર આવો ત્યારે એક વાર ટ્રાઈ જરૂર કરજો.
ફોટો- જીગર પટેલ (the Hungry gujju Youtube)


શેર કરો