ગુજરાત દેશ અને દુનિયા

તમારી પાસે કામ લઈને કોઈ વિદ્યાર્થી આવે તો તેને ક્યારેય ના પાડીને નિરાશ ન કરતા..! શું ખબર આવનારા સમયમાં એ કદાચ આપણો સાહેબ બનીને પણ આવે.

શેર કરો

તમારી પાસે કામ લઈને કોઈ વિદ્યાર્થી આવે તો તેને ક્યારેય ના પાડીને નિરાશ ન કરતા..! શું ખબર આવનારા સમયમાં એ કદાચ આપણો સાહેબ બનીને પણ આવે.

હા, આવું બન્યું છે. 2007ની સાલમાં પંકજને ધોરણ-12 પાસ કર્યા પછી BCBનું પ્રમાણપત્ર કઢાવવાનું હતું. તેના માટે ગ્રામ સેવક, તલાટી અને SDM સહિતના અનેક લોકો પાસે સહી કરાવવા માટે પંકજે અનેક દિવસો સુધી વારંવાર ધક્કા ખાવા પડ્યા.

આ હાડમારીથી કંટાળીને જ પંકજે નક્કી કર્યું કે તે IAS ઓફિસર બનશે. અને તેર વર્ષ પછી પંકજની આ પ્રતિજ્ઞા પુરી થઈ.

હરિયાણાના રેવાડી જિલ્લાના ટીન્ટ ગામના વતની સેવાનિવૃત આચાર્ય અભયસિંહ યાદવનો દીકરો પંકજ પાંચ બહેનોનો એક જ ભાઈ છે. તેની મોટી બહેન રીતુ યાદવ ડૉક્ટર છે, નીતુ યાદવ પ્રોફેસર છે, જ્યોતિ યાદવ પણ લેક્ચરર છે અને નાની બહેન પાયલ પણ શિક્ષક છે. માતા સુશીલદેવી ગૃહિણી છે.

પિતાએ સમાજમાં ઉદાહરણ પૂરું પાડવા માટે જ જાણે કે પોતાના દીકરાને સરકારી શાળામાં ભણાવ્યો. આમ પંકજે પોતાનો શાળાકીય અભ્યાસ સરકારી શાળામાં પૂરો કર્યો અને ધોરણ-12માં 90%જેવું ઉજ્જવળ પરિણામ પણ લઈ આવ્યો. પછી તો પંકજને MBBSમાં એડમિશન પણ મળી ગયું અને રોહતક સ્થિત PGIMS માંથી તે ડૉક્ટર પણ થઈ ગયો.

પરંતુ પંકજનો ગોલ હતો UPSC પાસ કરી IAS અધિકારી બનવાનો. તેના માટે ભરપૂર તૈયારી કરી પંકજે 2016માં પ્રથમ ટ્રાય આપી. પ્રિલીમ અને મૅઇન્સ પાસ કરનાર પંકજ ઇન્ટરવ્યૂમાં ન નીકળી શક્યો.

2017માં બમણી તૈયારી કરી ફરીથી ટ્રાય આપી. આ બીજી ટ્રાયમાં તે સમગ્ર ભારતમાં 589 રેન્ક સાથે IPS બની ગયો. પરંતુ તેનો ગોલ તો IAS જ હતો. ટ્રેનીંગ દરમિયાન પણ તેણે તૈયારી ચાલુ જ રાખી.

ઇન્ફાલમાં ASP તરીકેની ફરજ બજાવતા બજાવતા જ તેણે 2018માં UPSC ની ત્રીજી ટ્રાય આપી. અને તેને સફળતા મળી. ઓલ ઇન્ડિયા માં તે 56માં રેન્ક સાથે IAS અધિકારી બની શક્યો.

આમ, ડૉ. પંકજે IAS બનવાની જાણે કે જીદ પકડી. અને અનેક સંઘર્ષો તથા વિપરીત પરિસ્થિતિ વચ્ચે પણ ચલિત થયા વગર તેણે સતત દરરોજ આઠ-આઠ કલાક મહેનત કરી અને પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું.

વાત આટલી જ છે.જીદ કરો, દુનિયા બદલો

-ડૉ.સુનીલ જાદવ


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *