ગુજરાત ભાવનગર

અલૌકિક અનુભૂતિ કરાવતું ભાવનગર નુ ગોપનાથ

શેર કરો

ગોપનાથ,ભાવનગર
ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાને કુદરતે અપાર વૈવિધ્યસભર વાતાવરણ આપ્યું છે,કયાંક લીલાછમ ડુંગરાળ વિસ્તારો તો વળી શેત્રુંજી નદીના વિશાળ પટે રમતાં સિંહોની ત્રાડો,બસ એ શેત્રુંજી નદીના કાંઠે કાંઠે જ આગળ ધપતા આપણું જુનું બંદર સરતનાપરના દરિયા કિનારે નદીનો સંગમ થાય છે.આવો જ એક સંગમ એટલે ભકત કવિ શ્રી નરસિંહ મહેતા અને કૃષ્ણનો સંગમ જયાં વર્ષો પુર્વે નરસિંહ મહેતાની તપસ્યાથી ભગવાન મહાદેવ પ્રસન્ન થઈ અને નરસિંહ મહેતાની ભગવાન શ્રી કૃષ્ણ અને ગોપીઓની રાસલીલા જોવાની મનોકામના પૂર્ણ કરેલ.એટલે ભગવાન કૃષ્ણ અને ગોપીઓની રાસલીલા પરથી જે સ્થળનું નામ પડયું એ ગોપનાથ.


ગોપનાથ વિશે તો વિશેષ લખીશ સમયાંતરે અત્યારે તો ત્યાંના વાતાવરણ વચ્ચેની થોડોક સહજ વાતો કરવી છે.ગોપનાથ એટલે માત્ર મહાદેવ મંદિર પુરતું જ સિમિત નથી. ગોપનાથ એક ઉત્તમ કક્ષાનું પ્રવાસન સ્થળ તરીકે પણ વિકાસ કરવા સતત મથતું રહ્યું છે,જયાં તમને એકદમ શુધ્ધ વાતાવરણનો અહેસાસ ચોક્કસ થશે,અને પ્રવાસીઓ માટે તો રાત્રીરોકાણ કરવું જ જોઈએ ખરેખર આધ્યાત્મિકતા સાથે અઢળક આનંદ આવે એ પાકકું.


સવારના સુર્યઉદયનો અદ્ભુત નજારો પ્રવાસીઓ તેમજ ફોટોગ્રાફર મિત્રો માટે અમુલ્ય રહે છે,તેમજ સવારની મહાદેવની આરતીના દર્શન એક આધ્યાત્મિકતાના અખુટ દર્શન કરાવે છે.સાથે સાથે દરિયાઈ જીવસૃષ્ટિ જોવાની મઝાની સાથે અભ્યાસનો પણ વિષય બની રહે છે.અને નહાવાની તો વાત જ કરવાની બાકી રહી જાય.
સવારના ઉગતા પહોરે અને આથમતી સંધ્યાએ મોરના ટહુકા,કોયલનો મીઠો અવાજ ને નિલગાય વગરે પક્ષીઓ અને પ્રાણીઓ દર્શયમાન થાય છે,આપ સવારમાં થોડુંક ચાલીને પાછા પોતાના રુમ તરફ ફરો એટલે આપને દુકાનેથી નારિયેરપાણી ની મઝા માણશો એ તો ચા કરતા પણ વિશેષ રહેશે.
ગોપનાથ મંદિરની બાજુની ચાલવા માટેની ચોપાટી, અને બેસવા માટેનું ઉતમ સ્થાન રહેશે,મંદિરની કોતરણી આર્કીટેકચર મિત્રોને ગમશે અને નવીનતા પણ જોવા મળશે.સાથે સાથે જુના જમાનાની મેડીઓ અને મકાનના બાંધકામ તો જોવા જ રહ્યા.


ખરેખર ગોપનાથ મંદિર વિસ્તારના કે ચોપાટી વિસ્તારના ફોટાઓ આ નથી પરંતુ આ ગોપનાથ મહાદેવ મંદિર નજીકનો જુનો દિવાદાંડી વિસ્તાર છે.ગોપનાથ ફરવા આવતા મિત્રોને ઘણીવાર એમ થતું હશે!ત્યાં જમવાની સારી હોટલ હશે?રહેવાની સુવિધા હશે?એ વિસ્તારના લોકો કેવા હશે? અવનવા પ્રશ્નો મનમાં ગુંચવાતા હોઈ છે.
પરંતુ ગોપનાથમાં ખુબ જ પ્રખ્યાત એવી “જગાભાઈ ગોપનાથવાળાની હોટેલ (લૉજ) આવેલી છે.આપને કાઠીયાવાડી ભોજનનો અહીંનો સ્વાદ ચાખ્યા બાદ વાહ ભાઈ મઝા આવી એટલું તો કહેવું જ પડે,સાથે રહેવાની પણ સુવિધાઓ અહી ઉપલબ્ધ છે. આપ ફોટામાં જે નજારો જોઈ રહ્યા છો,એ હોટલની પાછળના ભાગનો જ છે.


અહીં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો મહેલ પણ આવેલો છે,જે ફોટામાં દર્શયમાન જુની દિવાદાંડી નજીક જ છે.અને જુની દિવાદાંડી નજીક એક સ્તંભ પણ જયાં લોકો કહે છે કે ભાવનગર રાજયનો (લોકશાહી પહેલા) રાજધ્વજ ફરકાવવામાં આવતો હતો.
અહીં વાડીનું અને જમીનનું રક્ષણ કરે તેમજ ખારાશ થતી જમીન બચાવે એવા અવનવા વૃક્ષો તેમજ તાડ,થોર,લાબુ, ખીજડી વગેરે રક્ષણાત્મક વૃક્ષો અને વનસ્પતિઓ આવેલી છે.
અહીં દરિયા કિનારે આપને અનવની દરિયાઈ જીવસૃષ્ટિ જોવા મળશે,તેમજ આજુબાજુના ગામડાંમાં પણ ફરવાની મઝા આવશે. અને નજીક જ ઝાંઝમેર પુ. મસ્તરામ બાપાનું સુંદર તિર્થધામ આવેલું છે.ત્યાં પણ ફરવા માટે ઉત્તમ સ્થળ રહેશે.
ટુંકમાં એકવાર ગોપનાથ વિસ્તારની મુલાકાત લેવા જેવી ખરી,ખુબ આનંદ અને મઝા આવશે.

સહદેવ ઢાપા


શેર કરો