ગુજરાત ભાવનગર

નિવૃત DYsp ના પુત્ર એ પત્ની અને બે દીકરી સાથે સામુહીક આપઘાત કરી જીવન ટુકાવયુ

શેર કરો

જાણવા મળતી વિગતો અનુસાર વિજયરાજ નગરમાં “પૃથ્વીરાજ” નામના મકાનમાં રહેતા નિવૃત્ત ડીવાયએસપી નરેન્દ્રસિંહ બહાદુરસિંહ જાડેજાના પુત્ર પૃથ્વીરાજસિંહ જાડેજા,  તેમના પત્ની બીનાબા, અને બે દીકરીઓ નંદીનીબા (18 વર્ષ ), અને યશશ્વિબા (11વર્ષ) એક સાથે સામુહિક આપઘાત કરી  લીધો છે.


એસપી જયપાલસિંહ રાઠોડ એએસપી હસન સફિન સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચતા તમામના મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ આપઘાત કયા કારણોસર બન્યો છે તેનુ મુખ્ય કારણ હજી સુધી બહાર આવ્યુ નથી.


શેર કરો