ગુજરાત દેશ અને દુનિયા ભાવનગર

આઝાદી પછી નો સમય ઘણો ખાસ હતો વાંચો એક ખુબ સરસ પ્રસંગ..

શેર કરો

1800 પાદરના ધણી એવા મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ જેમની ખાનદાની અને ખમીરની હુ શું વાત કરું પરંતુ મને એક નાનો એવો પ્રસંગ યાદ આવે છે….
આઝાદી પછીનાં સમય દરમ્યાન રજવાડાં એકત્રીકરણ માટે જ્યારે વલ્લભભાઈ પટેલ પોતે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને મળે છે ત્યારે વલ્લભભાઈ પટેલ અખંડિત અને એક ભારતની વાત જ્યારે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ ને કરે છે ત્યારે 1800 પાદરનાં ધણી પોતે સૌપ્રથમ પોતાનું રજવાડું વલ્લભભાઈ પટેલને સોંપે છે….

રજવાડું સોંપતી વખતે મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ પોતે પોતાની બધી જ સંપત્તિ આપી દે પરંતું મહારાણી સાહેબ ના દાયજામાં આવેલ સંપત્તિ માટે મહારાણી સાહેબ ને એક નોકર દ્વારા પુછાવવામાં આવે ત્યારે મહારાણી સાહેબ નો જવાબ આવે છે….

“હાથી જતો હોય તો એનો શણગાર પણ સાથે જ જાય એને ઉતારવાનો ના હોય.. “

વાહ શું ખાનદાની !!

આજે આઝાદી  ના દિવસે આપણા મહારાજા નુ આ યોગદાન કેવી રીતે ભુલી શકીએ….?

આજ આ પ્રજા ને જે રાજા થકિ અખંડિત ભારતનું નિર્માણ થયું તે રાજવીને ભાવેનાની પ્રજા વતી. સત..સત… વંદન
પ્રજાવત્સલ રાજવી મહારાજા સાહેબ શ્રી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ નું સુત્ર પણ હતું “મારી પ્રજાનું કલ્યાણ થજો”


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *