ગુજરાત ભાવનગર મનોરંજન રમત ગમત

બાળકો માટે ની આ જુની રમતો આજ ની પેઢી ને અમુક નામ પણ નહી સાંભળ્યા હોય.

શેર કરો

આપણો ભારત દેશ વિવિધ સંસ્કૃતિ ઓ અને કલા થી ભારેલો છે અને તેનું અનેકગણું મહત્વ પણ છે આજ થી 20-25 વર્ષ પહેલા મોબાઈલ યુગ નહતો આટલો બધો તેથી બાળકો અનેક જુની પુરાણી રમતો રમતા છે સ્વાસ્થય માટે પણ ફાયદાકારક હતુ પરંતુ આજ ના યુગ મા આ સ્થાન મોબાઈલ એ લય દીધુ છે અને આંગળી ઓ ના વેઢે જ બધી રમતો અને મનોરંજનો આવી ગયા છે ત્યારે આ આપણી જુની રમતો ને યાદ કરવી જરુરી બને છે અને આજની આ નવી પેઢી ને આ રમતો વિશે માહીતિ આપવી પણ જરુરી છે તો ચાલો જોઈએ આ આપણી ખાસ રમતો વિષે.


1- લખોટી :- લખોટી રમત આજ કાલ ના બાળકો સાવ ઓછી રમતા જોવા મળે છે અલંગ અલંગ પ્રકાર ની કાચ ની લખોટી થી અનેક પ્રકાર ની રીતે રમવામાં આવતો જેમા ચોકી ,અગલ વગેરે રીતે રમવામાં આવતી.


2-ગરીયો ( ભમરડો ) :- નેવુ ની સાલ સાલ મા જન્મેલા લોકો માટે આ રમત અતી પ્રિય હતી આ રમત મા જરીયા ને ફેરવી સાત જાળી , ચવુદ જાળી વગેરે રીતે રમાય છે.


3-મોય દાંડીયૉ :- આ રમત મા એક બે લાકડી વડે રમવામાં આવે છે અને આ રમત મા બાળક શારીરીક રીતે મજબુત બને છે.


4- સોગઠાં બાજી :- આ રમત વિષે તો કોણ નથી જાણતું આ રમત હાલ ના સમય મા લુડો તરીકે જાણીતી બની છે જે બાળકો મોબાઈલ મા રમે છે અને અમુક બાળકો ને ખ્યાલ પણ નહી હોય કે તે સોગઠાં બાજી જ છે.
અહીં આપણે અમુક રમતો ની વાત કરી પણ આવી તો જુની અનેક રમતો છે જેની વિષે આજના યુગ ના બાળકો નથી જાણતા.


શેર કરો