ગુજરાત દેશ અને દુનિયા

હરિયાણાથી ઘઉંની બોરીની આડમાં રાજ્યમાં લવાયેલી વિદેશી દારૂની પર્દાફાશ

શેર કરો

હાલ રાજ્યમાં દારૂ હેરાફેરી નો વેપલો દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે આજે નારોલ અસલાલી હાઇવે પરથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપાયો છે. નારોલ- અસલાલી હાઇવે પર થી રાજસ્થાન પાસિંગની ટ્રકમાં ઘઉંની બોરીની આડમાં દારૂની હેરાફેરી કરતા બે લોકોને પીસીબીએ ઝડપી પાડ્યા છે. પોલીસને આ ઘટનામાં વિદેશી દારૂની બોટલ નંગ-૨૭૬૦ (૨૩૦ પેટી) કિ.રૂ.૧૧,૦૪,૪૦૦, ઘઉની બોરી નંગ-૪૮૦, મોબાઇલ તથા ટ્રક મળી કૂલ-રૂ.૨૨,૬૨,૦૦૦ના મુદામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

દારૂ ભરી અમદાવાદ રાજુ નામના શખ્સ ને ફોન કરી આપવાનો હોવાનું બહાર આવ્યું છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદ પીસીબીની ટીમે બાતમી મળી હતી કે, અમદાવાદમાં બહારથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઘુસાડવામાં આવનાર છે. રાજસ્થાન પાર્સિંગ વાળા ટૂંકમાં હરિયાણાથી દારૂ ભરીને અમદાવાદ લવાઈ રહ્યો છે અને નારોલ- અસલાલી હાઇવે પરથી પસાર થવાની છે. પોલીસે મળેલી બાતમીના આધારે સતર્ક થઈને વોચ ગોઠવી હતી. ત્યારે આ ટ્રક આવતા જ પોલીસે તેને રોકી પૂછપરછ કરતા ટ્રકચાલક નવદીપ બિશ્નોઈ અને કલીનર અક્ષય બિશનોઈ (બંને રહે. હરિયાણા) હોવાનું કહ્યું હતું. ટૂંકમાં તપાસ કરતા ઘઉંની બોરીઓની પાછળ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આ ઘટનામાં પોલીસને ૧૧ લાખની કિંમતની ૨૭૬૦ દારૂની બોટલ હતી. અમદાવાદ પીસીબીની ટીમે બંનેની પૂછપરછ કરતા હરિયાણાના સતપાલ બિશ્નોઈ અને સુનિલ નામના શખસે હરિયાણા આદમ પરથી ઘઉંની બોરીની આડમાં દારૂ ભરી આપ્યો હતો.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *