ગુજરાત દેશ અને દુનિયા

ગરમ પાણી પીવાના ફાયદા અને ઠંડુ પાણી પીવાના નુકશાન વિશે જાણી થઈ જશે આંખો પોહળી ! વાંચો અહી

શેર કરો

નહાવા માટે આપણે ગરમ પાણીનો ઉપયોગ કરીએ છીએ અને પીવા માટે આપણે ઠંડુ પાણી પસંદ કરતા હોઈએ છીએ. પરંતુ બહુ ઓછા લોકોને ખબર હશે કે ગરમ પાણી પીવાથી આપણને ઘણી બધી સ્વાસ્થ્યની લગતી બીમારીઓ માંથી રાહત મળે છે. આજે ગરમ પાણી પીવાથી થતાં ચાર ફાયદા જોઈશું.

આપણા જીવનમાં પાણીનું મહત્વ કેટલું છે તે કહેવાની અમારે જરૂર નથી. દરેક લોકોને ખબર હશે કે આપણે દિવસમાં ઓછામાં ઓછુ 4-6 લીટર પાણી તો પીવું જ જોઈએ પણ લોકો વ્યસ્તતા અથવા બીજા કોઈ કારણોને લીધે પાણી પીવાનું ટાળે છે જે બિલકુલ ખરાબ છે.

જો તમારા શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હશે તો તેની અસર તરત જ તમને મૂત્રમાં દેખાઈ જશે. જો તમારા શરીરમાં પાણી ઓછુ હશે તો તમારા મૂત્રનો રંગ પીળો હશે અને તેમાંથી દુર્ગંધ પણ આવતી હશે.

આમ તો પાણી સાદું હોય તો પણ તેના ફાયદા તો અસરકારક જ છે પરંતુ જો આ પાણી ગરમ હોય તો જેટલા ફાયદા સાધારણ પાણીમાં હોય છે તેના કરતા અનેક ગણા વધી જાય છે. સવારે વહેલા ઉઠી નયણે કોઠે ગરમ પાણી પીવામાં આવે તો તે સૌથી ઉત્તમ માનવામાં આવે છે.

ચાલો જોઈએ ગરમ પાણી પીવાના 4 મુખ્ય ફાયદાઓ :

  1. રોજ સવારે ગરમ પાણી પીવાથી પેટમાં કબજિયાતની સમસ્યા નથી રહેતી. પેટ હંમેશા સાફ રહે છે.
  2. વજન દુર કરવા ગરમ પાણીમાં લીંબુ નિચોવીને નાખવાથી તમારા વજનમાં થોડા દિવસમાં જ ફેર જણાશે.
  3. ગરમ પાણી પીવાથી ચામડી સુકાતી નથી. ગરમ પાણી ચામડીને કોમળ રાખે છે.
  4. ગરમ પાણી આપણા શરીરમાંથી ટોક્સિક તત્વો બહાર કાઢવાનું કામ કરે છે.

વિસ્તૃત માહિતી ગરમ પાણી વિષે :

આજે BornPedia team તમારી સમક્ષ જે જાણકારી લઈને આવી છે તે ફક્ત ભોજન બાદ ગરમ પાણી પીવા વિષે જ નથી પણ હાર્ટ એટેક, મેદસ્વીતા, પગના દુઃખાવા, વાળ માટે, માસિક ધર્મ, ડિટોક્સ, બ્લડ સર્ક્યુલેશન, શરદી – ઉધરસ, કબજિયાતમાંથી મુક્તિ વગેરે રોગોમાં પણ ઉપયોગી બને તે માહિતી છે.

ચીની અને જાપાનીઝ લોકો ભોજન બાદ ગરમ ચા પીવે છે, નહિ કે ઠંડુ પાણી. આપણે પણ તેની આદત અપનાવી જોઈએ. ગરમ પાણી પીવામાં કદાચ મજા નહિ આવે પરંતુ તેના ફાયદા અનેક છે જે તમને પીવા મજબુર કરશે.

શ્રી રાજીવ દીક્ષિત કહે છે આમ તો દિવસભર 8 થી 10 ગ્લાસ પાણી પીવું ઓએ પણ કદાચ તમે 3 જ ગ્લાસ ગરમ પાણી પીશો તો પણ શરીરને મોટાભાગની બીમારીઓથી બચાવી શકશો.

ઠંડુ પાણી પીવાથી થતાં નુકસાન :

ભોજન સાથે કોઈ પણ પીણું અથવા પાણી પીવું હાનિકારક છે. કારણકે ઠંડુ પાણી તમે જે ભોજન લો છો તેના તૈલીય રૂપને એક કઠણ પદાર્થના રૂપમાં ફેરવી દે છે. જેનાથી ભોજન પચવામાં વાર લાગે છે. પછી આ ગઠ્ઠા આંતરડામાં ભેગા થાય છે. પચી ન શકવાને કારણે અંતે તે ચરબીમાં પરિવર્તિત થાય છે અને કોઈ વાર કેન્સરનું પણ કારણ બને છે.

ગરમ પાણી કેમ પીવું જોઈએ?

મેડીકલ સાયન્સ અનુસાર નિત્ય સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી કબજીયાત અને પેટના ગેસ સંબંધિત તમામ સમસ્યા દુર થઇ જાય છે. શરીરમાંથી દરેક ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે. ત્વચા પણ ચમકવા લાગે છે.

યુવાવસ્થામાં દરેકને ખીલ, કાળા ડાઘ જેવા પ્રશ્નો દરેકને નડતા હોય છે. આનું અધિકતમ કારણ તૈલીય ત્વચા છે, બીજા પણ ઘણા બધા કારણો છે જેવા કે ભોજન દરમિયાન બરાબર ધ્યાન ન આપ્યું હોય. બરાબર પચતું ન હોય જેનાથી શરીરમાંથી ટોક્સિક બહાર ન આવી શકતું હોય. તેથી તે ખીલ જેવા રૂપે બહાર આવતું હોય છે.

ખીલથી બચવા માટે ભોજનમાં સ્ટાર્ચ, પ્રોટીન જવધુ પ્રમાણમાં હોય તેનું સેવન કરવું. માંસ, ખાંડ, કડક ચા, અથાણું, કોફી, સોફ્ટ ડ્રીંક્સ, આઈસ્ક્રીમ અને મેંદાથી બનેલી વસ્તુઓ ન ખાવી.

ઉનાળામાં ખાસ કરીને આપણે ઠંડું પાણી જ પીવાનો આગ્રહ રાખતા હોઈએ છીએ પરંતુ જો આપણે દરરોજ રોજીંદા જીવનમાં ગરમ પાણી લઈએ તો મોટા ભાગની બીમારીઓથી બચી શકીશું. માનવ શરીરમાં 70% પાણી હોય છે.

જો તમે ગરમ પાણી પીશો તો આ ફાયદા થશે..
આપણામાંથી મોટા ભાગના લોકો જંક ફૂડનું સેવન કરતા હશે. જંક ફૂડ ખાવાથી આપણા શરીરમાં એવા ઘણા બધા ઝેરીલા પદાર્થ જમા થાય છે જે ગરમ પાણી કાઢી શકે છે.

જો તમને એસીડીટી, કબજીયાતની સમસ્યા હોય તો પણ દરરોજ ગરમ પાણી પીવું જોઈએ.

ગરમ પાણી પીવાથી સૌથી વધુ ફાયદો મેદસ્વી લોકોને થાય છે. જો તમારું વજન વધારે હોય તો આજથી જ તમે ગરમ પાણી પીવાનું શરુ કરી દો. ગરમ પાણીમાં લીંબુ નાખવાથી ચરબીનું પ્રમાણ ઘટે છે.

જો તમને ભૂખ ન લાગતી હોય તો ગરમ પાણીમાં લીંબુ અને કાળું મીઠું નાખી પીવાથી ભૂખ ઉઘડે છે.

મિત્રો આ હતા ગરમ પાણી અને ઠંડા પાણી પીવાના અનુક્રમે ફાયદા અને ગેરફાયદા. આશા છે કે આ લેખ વાંચીને તમે ગરમ પાણી પીવાનું શરુ કરી દેશો.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *