ગુજરાત દેશ અને દુનિયા

આઝાદી માટે પ્રાણ આપનાર શેર અલી ને આજે કોઈ નથી યાદ કરતુ…..

શેર કરો

શેર અલી આફ્રીદી – ધ અનસંગ હીરો !

જેના બન્ને હાથ હાથકડીઓમાં જકડાયેલા છે એ યુવાન છે અખંડ ભારતના પશ્ચીમી આદીવાસી પ્રદેશ ખૈબર પખ્તુનવા એજન્સી (હાલ પાકીસ્તાન) નો વતની શેર અલી અફ્રીદી ! બ્રીટીશ સરકારની પંજાબ પોલીસમાં પેશાવરના પોલીસ કમીશ્નર કચેરીમાં નોકરી કરતો હતો એ. એ દરમ્યાન દેશ પ્રત્યેની એની વફાદારી બદલ એને કાળાપાણીની સજા રુપે એને અંદામાન-નીકોબારની સેલ્યુલર જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો !
તત્કાલીન ભારતના વાઈસર્રોય લોર્ડ મેયોની અંદામાનની મુલકાત વેળાએ શેર અલી અફ્રીદીની દેશભક્તી ભડકી ઉઠી. આંદામાનની મુલાકાત પુરી કરીને 1872 ના ફેબ્રુઆરી મહીનાની 8 મી તારીખે સાંજે 7-00 વાગ્યે લોર્ડ મેયો જેવો બોટમાં બેસવા જતો હતો એવો શેર અલી અંધારાનો લાભ લઈને શેરની જેમ એના ઉપર ત્રાટક્યો, અને એની પાસેના ખંજરથી એની હત્યા કરી નાખી !
મેયોના સીક્યોરીટી સ્ટાફે તરત અલીની ધરપકડ કરી લીધી, અને 18 માર્ચ-1873 ના રોજ એ દેશભક્ત શેર અલી આફ્રીદીને ફાંસીએ લટકાવી દેવાયો !
એ ગુમનામ શહીદને આજે અહીં કોઈ નથી સંભારતું ! કોઈ નથી જાણતું ! પાઠ્યપુસ્તકોમાં પણ એને ક્યાંય કોઈ સ્થાન નથી ! અરે, એનું નામ સુદ્ધાં કોઈએ સાંભળ્યું નથી ! સાચ્ચું કહેજો, એના વીષે આટલું પણ આજે જ જાણ્યું ને આપે ?!

મતલબ નીકલ ગયા હૈ, ફરીયાદ ક્યું કરોગે,
આઝાદ હો ગયે હો,…….અબ યાદ ક્યું કરોગે !?

-અમરશી બારૈયા


શેર કરો

One Reply to “આઝાદી માટે પ્રાણ આપનાર શેર અલી ને આજે કોઈ નથી યાદ કરતુ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *