દેશ અને દુનિયા

આ 3 અજીબ ગજબ બાબત જે તમને વિચારવા મજબુર કરી દેશે

શેર કરો

1-બાળકો સાથે આવી છેતરપિંડી ! લંડનના બર્મિંગહામમાં મ્યુનિસિપાલિટી તરફથી એક કંપનીને બાળકો માટેના ઝૂલા લગાડવા માટે કોંટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, કંપનીના માલિકે કામદારો સાથે બદમાશીભરેલ ભાષામાં વાત કરી. કામદારોએ કોઈ પ્રતિક્રિયા ન આપી અને કામ પૂરૂ કર્યું. કંંપનીને ઝૂલા લગાવા કરતા તેને ખસેડવાનો ખર્ચ મોંઘો પડ્યો. અને પેલા કામદારો ! બીજા દિવસે જ હરીફ કંપનીમાં જોડાઈ ગયા હતા.

2-આ પગથિયાં ભલભલાને ચક્કર લાવી દે. જરા જુઓ. આંખો ચકળવિકળ થઈ અહીંથી ભાગી જવાની તક શોધે. આ પગથિયાંની ડિઝાઈન કરનાર આર્કિટેક્ટ નોએલ રૂક્સ આધાશીશીનો દર્દી બની ગયો હતો કારણ કે તેની ઑફિસ આ બિલ્ડીંગમાં જ હતી અને દિવસમાં દસ વખત તેને ચડ ઉતર કરવી પડતી હતી. પગથિયાં ઉતરવામાં જે સંભાળ રાખવી પડતી હતી તેને લીધે મગજ ઉપર બહુ બોજો આવતો હતો.

3- ભમરાઓ દ્વારા ફોલી ફોલીને ખાવામાં આવેલ સફરજનનું અંદરનું માળખુંં. નાના બાળકો ક્રીમ રોલમાંથી જેમ ક્રીમ ખાઈ જાય તેમ ભમરાઓનું આ ભાવતું ભોજન છે.


શેર કરો