ગુજરાત દેશ અને દુનિયા ધાર્મિક ભાવનગર

શ્રાવણ માસ ના અંત મા ભાવનગર ના આ પાંચ મહાદેવ ના કરો દર્શન….

શેર કરો

1 ભીડ ભંજન મહાદેવ :- ભાવનગર શહેર મા આવેલુ મંદીર ઘણુ પ્રાચીન છે અને શ્રાવણ મહિના મા આ મંદિર પર ભક્તો ની ભીડ વધુ જોવા મળે છે.

2 તખ્તેશ્વર મહાદેવ મંદિર :- ભાવનગર શહેર ના મધ્ય ભાગ મા આવેલુ મંદીર ખુબ સુંદર છે અને ટેકરી પર આવેલું હોવાથી સવાર અને સાંજ નો નજારો કાઈક અલગ જ હોય છે આ મંદિર પરથી ભાવનગર શહેર નો મોટા ભાગ નો વિસ્તાર જોવા મળે છે તેથી લોકો ની અહી ભીડ સતત રહે છે

3 નિષ્કલંક મહાદેવ મંદીર :- આ મંદિર ભાવનગર થી 24 કિલોમીટર ના અંતરે કોળિયાક ગામ ના દરિયા કિનારે થી 3 કિલોમીટર અંદર આવેલું છે અને અહી પાંડવો સાથે ની લોક વાયકા જોડાયેલી છે તેથી ઘણુ પ્રાચીન માનવામાં આવે છે.

4 પડઘલીયા મહાદેવ:- ભાવનગર થી શહેર થી 27 કિલોમીટરના અંતરે આવેલ હાથબ ગામ પાસે આવેલુ પડઘલીયા મહાદેવ મંદિર ના શિવલિંગ ના દર્શન કરતા આપણને સોમનાથ ની યાદ અપાવે છે. આજુ બાજુ નુ કુદરતી સૌંદર્ય થી ભરપુર ગામ છે.

5 ગૌતમેશ્વર મહાદેવ મંદિર :- ભાવનગર થી 20 કિલોમીટર ના અંતરે આવેલું ગૌતમેશ્વર મહાદેવ મંદિર સ્વયંભુ શિવલિંગ છે અને ચોમાસા મા આ સ્થળ પર સુંદરતા કાઈક અલગ જ હોય છે. વહેતુ પાણી અને અલૌકિક સુંદરતા ને લીધે લોકો ની ભીડ રહે છ


શેર કરો