ગુજરાત દેશ અને દુનિયા

એક માત્ર એવું મંદિર જ્યાં રામ લક્ષ્મણ ની મૂછ વાળી મૂર્તિઓ છે

શેર કરો

અયોધ્યામાં ભગવાન શ્રીરામનું ભવ્ય મંદિર બનાવવા માટે ભૂમિપુજન થયું છે ત્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણની મૂંછવાળી મૂર્તિ ધરાવતા દેશનું એકમાત્ર મંદિર નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનાં સુપ્રસિધ્ધ યાત્રાધામ ઉનાઈમાં આવેલું છે. જોકે ઉનાઇ માતાજીના મંદિરનું નવનિર્માણ થયું પણ ભગવાન રામનું બિસ્માર મંદિર જૈસે થૈ સ્થિતિમાં છે.દંતકથા અનુસાર વનવાસ દરમિયાન ભગવાન રામ લક્ષ્મણ અને સીતા જંગલમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે સીતા માતાએ સ્નાન કરવાની વાત કરતા રામે જમીનમાં બાણ મારતા જમીનમાંથી ગરમ પાણીના ઝરા ફૂટયા હતા. જ્યાં સીતા માતાએ સ્નાન કર્યુ અને ‘હું નાઈ’ એમ બોલ્યા હતા. તેના પરથી જ ઉનાઈ નામ પડયું છે. જે ઉનાઈ માતાજીના નામે પ્રખ્યાત થયું છે.ઉનાઈ માતાજી મંદિર પરીસરમા વર્ષ ૧૮૮૭માં વાંસદાના મહારાજા પ્રતાપસિંહજી ગુલાબસિંહજીએ રામજી મંદિર બન્યું હતું અને તે મંદિરમાં રામ-લક્ષ્મણની મૂંછવાળી મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આવી મૂંછવાળી મૂર્તિ ભારતમાં બીજા કોઈપણ મંદિરમાં નહીં હોવાનું સ્થાનિકો જણાવે છે. આ રામજી મંદિર છેલ્લા ૧૦ વર્ષથી બિસ્માર છે.સરકારે કરોડોના ખર્ચે ઉનાઈ માતાજીનું મંદિરનું નવનિર્માણ કર્યું પણ પરિસરમાં આવેલા આ ઐતિહાસિક મંદિરની ઉપેક્ષા વહીવટી તંત્રએ કરોડોનાં ખર્ચે ઉનાઈ માતાજી મંદિરનું નવનિર્માણ કર્યુ હતું અને ત્યારબાદ રીનોવેશન માટે પણ કરોડો રૃપિયાનો ખર્ચ કર્યો પણ જે રામ ભગવાનનાં કારણે આ ઉનાઈ પ્રસિધ્ધ છે, એ રામ-લક્ષ્મણનું મંદિર ઉનાઈ માતાજી મંદિરના પરીસરમાં જ છે તેના પ્રત્યે ઉદાસિનતા દાખવી છે. આ ઐતિહાસિક મંદિરનું રીનોવેશન કરાવે તેવી માંગ રામભક્તોમાં ઉઠી છે. હવે અયોધ્યામાં પણ ભગવાન રામનું ભવ્ય મંદિર નિર્માણ પામશે ત્યારે ઉનાઇના રામ મંદિરને પણ અદ્યતન બનાવવા માંગણી ફરીથી થઇ છે.


શેર કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *