ગુજરાત દેશ અને દુનિયા

એક પરિવારના ત્રણ સભ્યોને વીજ કરંટ લાગતા મોત નિપજ્યા

શેર કરો

-18-8-2020
વલસાડમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. વલસાડ પારડી તાલુકામાં બ્રાહ્મણ ફળિયામાં એક પરિવારના ત્રણ સભ્યોને વીજ કરંટ લાગતા મોત નિપજ્યા છે. ઘરમાં લાઇટ શરૂ કરતા સમયે વીજ કરંટ લાગવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે. લાઇટ ચાલુ કરવા સમયે કરંટ લાગતા માતા-પિતા અને પુત્રના મોત થયા છે. ઘટનાની જાણ થતા મામલતદાર, પોલીસની ટીમ અને સરપંચ ઘટના સ્થળે પહોંચી ગયા છે.પ્રાપ્ત વિગત અનુસાર વલસાડ પારડી તાલુકાના બ્રાહ્મણ ફળિયામાં રહેતા ઉપેશ ભાણાભાઈ કોળી પટેલ (ઉંમર વર્ષ ૪૦)ના ઘરમાં લાઇટ શરૂ કરવા સમયે કરંટ લાગતા તેને તેના પતિ કૈલાશબેન ઉપેશભાઈ (ઉંમર વર્ષ ૩૫) અને તેમના પુત્ર વિરલ ઉપેશભાઈ (ઉંમર વર્ષ ૧૭)ના ઘટનાસ્થળે મોત નિપજ્યા છે. આ ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ, મામલતદાર અને ગામના સરપંચ સહિતના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ તો પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


શેર કરો